Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સ્‍થાપના દિન નિમિત્તે પ્રો.કમલેશ જોશીપુરા અને ડો.કલ્‍પક ત્રિવેદીની શુભેચ્‍છા

રાજકોટ, તા. ર૩ : તારીખ ૨૩ મે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સ્‍થાપના દિન નિમિત્તે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને વર્તમાનમાં NMML ભારત સરકારના સભ્‍ય પ્રોફેસર કમલેશ જોષિપુરા અને ડો કલ્‍પક ત્રિવેદી  એ સમગ્ર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પરિવાર અને સૌરાષ્‍ટ્રના શૈક્ષણિક જગતને ઉન્નત, ઉજવળ અને ઉત્તમ ભવિષ્‍યની શુભેચ્‍છાઓ પાઠવી છે.

પ્રો .કમલેશ જોષીપુરા અને ડો કલ્‍પક ત્રિવેદી જણાવ્‍યું છે કે આ યુનિવર્સિટીના અનેક વિદ્વાન અભ્‍યાસુઓ અને શ્રેષ્ઠ સંશોધકોએ તેના સ્‍થાપના કાળથી  યુનિવર્સિટીને ગરીમાંમય ઉંચાઈ બક્ષી છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક એમ સર્વે કર્મચારી મિત્રોએ પરિશ્રમપૂર્ણ પ્રયત્‍નોથી શૈક્ષણિક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે એટલું જ નહીં પરંતુ સવિશેષ રીતે વિજ્ઞાન વાણિજ્‍ય અને માનવવિદ્યા તથા સમાજ વિજ્ઞાનના ક્ષેત્રે ઉત્‍કળષ્ટ સંશોધન દ્વારા આ યુનિવર્સિટીને પ્રતિષ્ઠિત બનાવી છે ત્‍યારે આગામી સમયમાં રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના સંદર્ભમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પણ અગ્રેસર રહી અને ઇચ્‍છિત પરિણામો હાંસલ કરશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસ છે. આદ્ય કુલપતિ પૂજ્‍ય ડોલરરાય  માંકડ સાહેબ દ્વારા શૈક્ષણિક ઉત્‍કળષ્ટતા માટે કંડારાયેલી કેડી આજે પણ એટલી જ પ્રસ્‍તુત છે અને આ યુનિવર્સિટીમાં અનેક વિદ્વાન અને રાષ્‍ટ્રીય ખ્‍યાતી કુલપતિશ્રીઓના નેતળત્‍વમાં યુનિવર્સિટીએ અનેક ક્ષેત્રમાં નિર્ણાયક સ્‍થાન પ્રાપ્ત કર્યું છે અને વિકાસની ઊંચાઈ સર કરી છે ત્‍યારે આગામી સમયમાં સૌના સહિયારા પ્રયત્‍નોથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્‍કળષ્ટ સ્‍થાન હાંસલ કરશે જ તેવો અમને વિશ્વાસ છે. તેમ શ્રી જોષીપુરા અને શ્રી ત્રિવેદીએ જણાવ્‍યું છે.

(4:38 pm IST)