Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ખેલકુદ અને લલીતકલા ઉત્‍સવનો આજથી પ્રારંભ

સાંજે ચેસ, કેરમ, કાલે મેદાની રમતો, ગુરૂવારે સાંસ્‍કૃતિક અને મનોરંજન કાર્યક્રમ અને ૩૧મીએ સખી સર્જનોત્‍સવ-૨૩

રાજકોટઃ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા દર વર્ષની જેમ ઉનાળાના વેકેશનમાં યોજાતા ઉત્‍સવનું આયોજન કરે છે. ૪૭માં ખેલકુદ અને લલીતકલા ઉત્‍સવનું તા.૨૩થી ૨૫ (મંગળથી ગુરૂ) દરમ્‍યાન આયોજન કરેલ છે. આ ઉત્‍સવમાં ગુર્જર સુતાર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઇ બહેનોનાં સર્વાંગી વિકાસ માટે આ ઉત્‍સવનુ આયોજન કરવામાં આવે છે.

આજે સાંજે ચેસ અને કેરમ ટુર્નામેન્‍ટમાં મુખ્‍ય મહેમાનપદે ન્‍યુ સુપર એન્‍જીનિયરીંગ વર્કસવાળા શ્રી પ્રાણલાલ દેવરાજભાઇ વાલંભીયા ઉપસ્‍થિત રહેશે તા.૨૪ને બુધવારે મેદાનની રમતો જેમાં ૫૦ અને ૧૦૦ મીટર દોડ, પોટેપો રેસ, કોથળા રેસ, લીંબુ ચમચી રેસ, મ્‍યુઝીકલ ચેર, લોટફુંક, દોરડા કુદ, ફુગ્‍ગા ફોડ, વોટર ઇન બોટલ, ટ્રાઇસીકલ રેસ તેમજ  પરિણીત બહેનો માટે મેમરી કવીઝ જેવી ૨૦થી વધુ રમતો રમાડવામાં આવશે. આ રમતો સવારે સેમીફાઇનલ તથા સાંજે ૫:૩૦ વાગ્‍યાથી ફાઇનલ રમાડવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન પદે રૂપકલા એન્‍જીનિયર્સ પ્રા.લી., વાળા મહેન્‍દ્રભાઇ ત્રિભોવનભાઇ પંચાસરા તથા સ્‍વસ્‍તિક ટુલ્‍સ એન્‍ડ હાર્ડવેરવાળા શ્રી મહેશભાઇ જીવનભાઇ અંબાસણા ઉપસ્‍થિત રહેશે .તા.૨૫ ગુરૂવારે રાત્રે ૯ વાગ્‍યે સાંસ્‍કૃતિક અને મનોરંજન કાર્યક્રમમાં શાષાીય નૃત્‍ય, સમુહ નૃત્‍ય, નાટક, એકપાત્રીય અભિનય સંગીતવાદન અને નાના બાળકો માટે વેશભુષા જેવી કૃતિઓ રજુ થશે. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાનપદે કિર્તી એન્‍ટરપ્રાઇઝવાળા શ્રી ચંદ્રકાન્‍તભાઇ વાલજીભાઇ કરગથરા તેમજ શ્રીનાથજી કલોથ ટ્રેડર્સવાળા શ્રી મુકેશભાઇ બુધ્‍ધદેવ ઉપસ્‍થિત રહેશે

તા.૩૧ને બુધવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યે વિશ્વકર્મા કેળવણી મંડળના સહયોગથી અને ગજજર સખીવૃંદ આયોજીત સખી સર્જનોત્‍સવ-૨૦૨૩ યોજાશે. જેમાં બહેનોએ જાતે ડિઝાઇન કરેલા વષાો પરિધાન કરી રેમ્‍પ પર વિવિધ કેટેગરીમાં રજુ કરશે. આ કાર્યક્રમ રૈયારોડ પર આવેલ પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે રાખેલ છે.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના અધ્‍યક્ષશ્રી કિશોરભાઇ જાદવાણી, પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ ખંભાયતા, મંત્રીશ્રી નટુભાઇ ભારદીયા તથા સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ, કારોબારી સભ્‍યો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયા છે.

(4:50 pm IST)