Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ઇવનિંગ પોસ્‍ટના સભ્‍યો માટે બુઘ, શુક્ર, શનિ,રવિ સંગીત સંધ્‍યા

જુના હિન્‍દી ગીતો કરાઓકે ઉપર રજુ થશે

રાજકોટઃ સરગમ કલબ સંચાલિત સીનીયર સીટીઝન  પાર્ક ઇવનિંગ પોસ્‍ટ માં તા. ૨૪ બુધવારે ૫:૩૦ કલાકે એમ.બી. મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા શુક્રવારેસાંજે ૫:૩૦ કલાક શકિત એજયુકેશન એન્‍ડ ટ્રસ્‍ટ દ્વારા તેમજ તા. ૨૭/ શનિવારે સાંજે ૫:૩૦ કલાકે એક એમ.બી. મ્‍યુઝીકલ  ગ્રુણ દ્વારા અને તા. ૨૮/ ને રવિવારે સ્‍વર સાધના મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા એક સંગીત સંધ્‍યા નું આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં જુના હિંન્‍દી ફિલ્‍મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કારાઓકે ઉપર રજુ કરવામાં આવશે. તમામ સભ્‍યોએ આઇકાર્ડ ઉપર પ્રવેશ મળશે.આઇકાર્ડ સાથે લઇને આવવું ફરજીયાત છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળોમજ ઇવનિંગ પોસ્‍ટનાં ઇન્‍ચાર્જ મનસુખભાઇ મકવાણા, સહ ઇન્‍ચાર્જ જયપાલસિંહ ઝાલા, હિતેશભાઇ ભટ્ટ, જયપાલસિંહ ઝાલા અને એચ.પીપટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

(5:16 pm IST)