Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ગેમ્‍બલીંગ એક્‍ટ હેઠળના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ,તા.૨૩ : ગેમ્‍બલિંગ એકટ હેઠળ નોંધાયેલા ગુન્‍હાના આઠ આરોપીઓને નિર્દોષ ઠેરાવી છોડી મુકવાનો અદાલતે હુકમ કર્યો હતો.

ફરીયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, આરોપી નં. ૧ આલોક નરેન્‍દ્રભાઈ મલકાણ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં અન્‍ય સાત આરોપીઓ ને બહારથી માણસો બોલાવી, જુગારનું સાહિત્‍ય પુરૂ પાડી, નાલ ઉઘરાવી, પૈસાની હાર-જીતનો તીન પતીનો જુગાર રમી રમાડી, જુગારનો અખાડો ચલાવી, આ કામના આરોપીઓ પાસેથી કુલ રૂા. ૯૨,૫૦૦ /- ની રોકડ રકમ રૂા. ૩,૪૫,૦૦૦/- ની કિંમતના મોબાઈલ ફોન નંગ કુલ ૧૧, રૂા. ૧૩,૮૦,૦૦૦/- ના વાહનો કુલ ૫, ગંજીપાનાની પાના નંગ - પર મળીને કુલ રૂા. ૧૮,૧૭,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા, ગુનો કરેલ હોય, જે અંગે ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં પોલીસ દ્વારા રાજકોટ શહેર ડી.સી.બી.   પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપતા, ડી.સી.બી. પો. સ્‍ટે. માં  ગેમ્‍બલિંગ એક્‍ટની કલમ - ૪, ૫ મુજબનો ગુન્‍હો નોંધાયેલ. ત્‍યાર બાદ પોલીસ તપાસના અંતે આરોપીઓ સામે પૂરતા પુરાવા મળી આવતા ધોરણસર ચાર્જશીટ સી. આર. પી. સી. ની કલમ-૧૭૩ અન્‍વયે ગેમ્‍બલિંગ એક્‍ટ ની કલમ - ૪, ૫ નું કોર્ટમાં દાખલ કરવામાં આવેલ.  ફરીયાદ પક્ષનો રેકર્ડ ઉપરનો મૌખીક તેમજ દરતાવેજી પુરાવો લીધા બાદ તમામ સાક્ષીઓ તથા પંચોની વિ. વકીલશ્રી કેવલ જે પુરોહિત દ્વારા ઉલટ તપાસ કર્યા બાદ સંપૂર્ણ તથ્‍ય નામદાર કોર્ટ સમક્ષ સામે આવતા આરોપીઓને સી.આર.પી.સી. ની કલમ - ૩૧૩ અન્‍વયે વિશેષ નીવેદન નોંધવામાં આવેલ જેમાં મુખ્‍ય આરોપી આલોક નરેન્‍દ્રભાઈ મલકાણ અને આરોપી  મીથીલેશ બીપીનભાઈ બોદાણી તરફે રાજકોટના યુવા વકીલ કેવલ જે પુરોહિત દ્વારા દલીલ કરવામાં આવેલ. અને વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને દલીલ કરતાં  કોર્ટે દલીલો માન્‍ય રાખીને આરોપીને ગુન્‍હાના કામે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

  આ કામે મુખ્‍ય આરોપી આલોક નરેન્‍દ્રભાઈ મલકાણ તથા આરોપી  મીથીલેશ બીપીનભાઈ બોદાણી વતી રાજકોટની નામાંકિત પુરોહિત એસોસિએટના  વકીલ  કેવલ જે. પુરોહિત તથા તન્‍વી બી. શેઠ રોકાયેલ હતા.

(5:23 pm IST)