Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

હોકર્સ ઝોન ખાતે મ.ન.પાની પ્રોજેકટ શાખા દ્વારા લોનના ફોર્મ અંગે કેમ્પ યોજાયો

રાજકોટઃ આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારાકોવીડ -૧૯ થી અસરગ્રસ્ત શહેરી ફેરીયાઓની આજીવિકા માટે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી શહેરી ફેરીયાઓને વર્કીંગ કેપિટલ લોન આપવામાં આવે છ. કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના લાગુ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા રાજકોટ શહેરના તથા શહેર બહારથી ગ્રામ્ય વિસ્તારમાથી ફેરી કરવા આવનાર અને ૨૪ માર્ચ પહેલા ફેરીની પ્રવૃત્ત્િ। કરતા તમામ શેરી ફેરીયાઓને આ યોજના અંતર્ગત લાભ પ્રદાન કરવામાં આવનાર છે.  આ યોજના હેઠળ શહેરી ફેરીયાઓને બેંક દ્વારા રૂ, ૧૦,૦૦૦સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવશે. જેમા પ્રતિ માસ રૂ, ૯૪૬નો લોન હપ્તો ૧૨ માસ ભરવાનો રહેશે અને બેંકને કોઇપણ પ્રકારની સિકયુરીટી આપવાની રહેતી નથી. તેમજ સમયસર કે વહેલા લોન ભરપાય કરવાથી ૭્રુ વ્યાજ લાભાર્થીના બેંક ખાતામાં  ત્રીમાસીક જમા કરવામાં આવશે. મુદત પહેલા લોન ભરપાય કરી શકાશે અને ડીઝીટલ પેમેન્ટ કરવાથી લાભાર્થીને ૧,૨૦૦ કેશબેક મળવા પાત્ર થશે.  શહેરી ફેરીયાઓને સરકારની યોજનાઓનો ડાયરેકટ લાભ મળી રહે તે માટે રાજકોટ શહેરના તમામ હોકર્સ ઝોન ખાતે પ્રોજેકટ શાખાના સમાજ સંગઠકો તથા -ઓર્ડીનેટરો દ્વારા સ્થળ પર જ લોન ફોર્મ ભરવા અંગેની કામગીરી હાલ ચાલુ છે. જેથી તમામ શહેરી ફેરીયાઓને આધારકાર્ડ, બેંક પાસબુકતથા શહેરી ફેરીયા આઇકાર્ડ તેમની સાથે રાખવા અપીલ કરવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ પ્રોજેકટ શાખા, રૂમ નં – ૯, ડો.આંબેડકરભવન,ઢેબરભાઈ રોડ ખાતે સંપર્ક કરવા તંત્રની યાદીમાં જણાવાયુ છે.

(2:44 pm IST)