Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજકોટ નજીક નાગલપરમાં ર૬૦ એકરમાં મેડીકલ પાર્ક ઉભો થશેઃ જીઆઇડીસીને ર૬૦ એકર જમીન આપતા કલેકટર

જીઆઇડીસીએ ૩૭ કરોડ ભરી દીધાઃ કુલ ૧૨૫ કરોડ જેવી રકમ ભરવી પડશે : આ મેડીકલ પાર્કમાં મેડીકલને લગતા અદ્યતન સાધનો બનશેઃ ગુજરાતનો પ્રથમ પાર્ક

રાજકોટ, તા., ૨૩: રાજકોટ નજીક કુવાડવા રોડ ઉપર ૧૮ કી.મી. દુર નાગલપરમાં સરકારી જમીન ઉપર ગુજરાતનો પ્રથમ મેડીકલ પાર્ક ઉભો થશે અને આ માટે રાજકોટ જીઆઇડીસીએ ર૬૦ એકર જમીન માંગી હતી તે ત્રણ જુદા-જુદા સર્વેની જમીન જીલ્લા કલેકટરની રેમ્યા મોહને સરકારે  નકકી કરેલા ભાવ મુજબ ફાળવી દીધાનું કલેકટર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું.

લાઇનોએ જણાવેલ કે જીઆઇડીસી દ્વારા ઉભો થનાર આ મેડીકલ પાર્ક ગુજરાતનો સૌ પ્રથમ પાર્ક બની રહેશે આ માટે ર૬૦ એકર જમીન મંગાઇ હતી તે કલેકટર દ્વારા એડવાન્સ ફાળવાઇ છે. હાલ જીઆઇડીસીએ ૩૭ કરોડ ભરી દીધા છે અને બાકીની રકમ હવે ભરશે અંદાજે ૧રપ કરોડ રકમ જીઆઇડીસીએ ભરવી પડશે તેમ સુત્રો ઉમેરી રહયા છે.

આ સાધનોએ જણાવેલ કે આ મેડીકલ પાર્ટમાં અન્ય કોઇ ઉદ્યોગને પ્રવેશ નહી અપાય, હોસ્પીટલ પણ ઉભી નહી થાય પરંતુ મેડીકલને લગતા અદ્યતન સાધનો બનાવતી કંપનીઓને નક્કી કરેલ દરે જમીન અપાશે.

સુત્રોએ જણાવેલ કે કલેકટરની સુચના બાદ તાલુકા મામલતદાર શ્રી કથીરીયા અને નાયબ મામલતદારશ્રી વિજય વસાણી દ્વારા જીઆઇડીસીને જમીન ફાળવી દેવાઇ છે.

જીઆઇડીસી દ્વારા હવે આ જમીન ઉપર કાર્યવાહી થશે.

(3:08 pm IST)