Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજકોટ જીલ્લામાંથી જરૂર પડયે અન્ય નાના જીલ્લા ગામડામાં ડોકટરો મોકલાશે : ૧પ-૧પ દિવસે ખાસ કેમ્પ

રીવર્સ કવોરન્ટાઇનમાં ૬૦ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષની નીચેના ખાસ બહાર ન નીકળે.. : મુખ્યમંત્રીની અપીલ બાદ રાજકોટ IMA દ્વારા કાર્યવાહી : આ ૬૦માંથી ર૦ હાલ ડોકટરો કોરાનાની સારવારમાં

રાજકોટ, તા.ર૩ : રાજકોટ જીલ્લામાંથી જરૂર પડયે અન્ય નાના જીલ્લા ગામડામાં પણ કોરોના દર્દીના સારવાર માટે ડોકટરો મોકલાશે. આ માટે દર ૧પ-૧પ દિવસે ખાસ કેમ્પ કરાશે તેમ કલેકટરે ઉમેર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દરેક જીલ્લા આઇએમએને આ બાબતે અપીલ કરી હતી. આ પછી રાજકોટ ઇન્ડીયન મેડીકલ એસો.એ ૬૦ ડોકટરોની યાદી કલેકટરને સોંપી છે. જો કે આ યાદીમાંથી ર૦ ડોકટરો હાલ કોરોનાના દર્દીને સારવાર આપવા અંગે ફરજ બજાવી રહ્યા છે.કલેકટરે જણાવેલ કે રીવર્સ કવોરન્ટાઇન સ્ટિમ્સમાં અપીલ છે કે લોકો તેમના ઘરમાં રહેલા ૬૦ વર્ષથી મોટી ઉંમરના અને ૧૦ વર્ષથી નીચેના બાળકોને ઘરની બહાર ન નીકળવા દયે, તેમજ ડાયાબીટીશ-બીપી હોય તેવા દર્દીઓની ખાસ કેર કરે તે જરૂરી બન્યું છે.

(3:51 pm IST)