Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વડાપાંઉ-દાળ પકવાનની રેકડી અને પાનની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનારા વેપારી સહિત ૮૩ લોકો દંડાયા

ઇકો કારમાં અને રીક્ષામાં બેથી વધુ મુસાફરોને બેસાડી નીકળતા ચાલકો અને બાઇક પર ત્રિપલ સવારી નીકળનારા પણ પોલીસની ઝપટે ચડયા

રાજકોટ, તા. ર૩ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાનો પોલીસ કડક રીતે અમલ કરાવી રહી છે. જેમાં જુદા જુદા વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ટુ-વ્હીલરમાં ટ્રીપલ સવારી નિકળનારા રીક્ષા અને ઇકો કારમાં વધુ મુસાફરો બસાડનારા ચાલકો અને ખાણી-પીણીની રેકડી, ટી-સ્ટોલ, પાનની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા વેપારીઓ સહિત ૮૩ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે રીક્ષામાં ચાર પેસેન્જર બેસાડી નીકળેલા રામજી મનજીભાઇ જાદવ, જયુબેલી ચોકમાંથી રીક્ષા ચાલક દીલીપ બળવંતરાય વ્યાસ, ત્રિકોણબાગ પાસેથી  રીક્ષા ચાલક રાજેશ બાબુભાઇ ડાભી, અન્ય ખીમજીભાઇ રાઠોડ, ઇકબાલ અલારખાભઇ સમા, લોધાવડ ચોક પાસેથી રીક્ષા ચાલક કૌશિક ભગવાનજીભાઇ જેઠવા, યાજ્ઞિક રોડ પરથી દીલીપ પ્રવિણચંદ્ર ચરમટા, ગરૂડ ગરબી ચોકમાંથી માસ્ક પહેર્યા વગર નીકળી જાહેરમાં થુકતા નરેશ જયેન્દ્રભાઇ પાટડીયા, ગીરીશ વ્રજલાલભાઇ રાણપરા, તથા બી ડીવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી મનીષ બટુકભાઇ સાળકીયા, જીતેન્દ્ર નરોતમભાઇ ચૌહાણ, જેસીંગ વેલજીભાઇ ચૌહાણ, સંજય વિનોદભાઇ ઉધરેજા, જુસબ ગુલાબભાઇ ડોડીવાડીયા, યોગેશ વસંતરાય મહેતા, ઇસ્ફાક કરીમભાઇ ઘાંચી, મનોજ પુજાભાઇ ચાવડા, ભગવતીપરા મેઇન રોડ પરથી પરસોતમ લાલજીભાાઇ બાદૂકીયા, મુકેશ તુલસીભાઇ જેઠવા, પેડક રોડ સેટેલાઇટ ચોક ગીરધરસિંગ રામસીંગભાઇ બીસ્ટ, મનોજ ગીરધરસીંગ અધિકારી, બાઇક પર ત્રિપલ સવારી નીકળેલા કુંદનસીંગ ગીરધરસિંગ અધિકારી, તથા થોરાળા પોલીસે  ચુનારાવાડ ચોક પાસે ચામુંડા દાળ પકવાનની રેંકડીમાં માસ્ક અને ગ્લોઝ પહેર્યા વગર વેપાર કરનાર વિપુલ પુનાભાઇ ગુજરીયા, સાગર ચોક પાસે ગુરૂકૃપા પાન નામની દુકાનમાં મસ્ક અને ગ્લોઝ પહેર્યા વગર ધંધો કરતા રાજેશ રસીકલાલ ચોટાઇ, ચુનારાવાડ  ચોક પાસે ભવાની પાન નામની દુકાન ધરાવતા અજય ધનજીભાઇ ઢાપા, કેવીન પાન નામની દુકાન ધરાવતા અમીત બટુકભાઇ બારીયા, રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નિકળેલા ધીરૂ રાજાભઇ પાલીયા, અમુલ સર્કલ પાસેથી મુકેશ રાણાભાઇ ખાંભલા, વનરાજ ધુધાભાઇ ચૌહાણ રીક્ષા ચાલક શબીરખાન યાસીનખાન પઠાણ, અફઝલ મહંમદભાઇ બેલીમ, મનીષ વિજયભાઇ ચંદારાણા, ઇરશાદ અલ્તાફભઇ ચિચોદરા, તથા ભકિતનગર પોલીસે કોઠારીયા મેઇન રોડ પરથી દીપ મહેશભાઇ ફીચડીયા, મોહીત જગદીશભાઇ રાણપરા, કોઠારીયા રોડ પરથી રીક્ષા ચાલક પ્રવિણ જયંતીભઇ નાગરોસીયા, મુસ્તાક હુસેનભઇ ઠેબા,  ગાયત્રીનગર મેઇન રોડ પર જલારામ ચોક  પાસે ગંગા સાગર પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર અમીત દેવશીભાઇ સલેટ, લક્ષ્મીવાડી મેઇન રોડ પરથી સમીર ઉર્ફે વિજય શંકરભાઇ ગૌસ્વામી, તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન ચોક પોસ્ટ પાસેથી અશોક હીરાભાઇ સરીયા, ભવાનીદાસ વિઠ્ઠલદાસ દૂધરેજીયા, ખોડા મોતીભાઇ શીયાળ, તથા આજી ડેમ પોલીસે માંડાડુંગર જૈનદેરાસરવાળી શેરી શીવમ કોમ્પલેક્ષમાં આવેલ વિનાયક પાન નામની દુકાન બહાર ગ્રાહકોની ભીડ એકઠી કરનાર કિશન વિમલભાઇ કપડા, આજી ડેમ ચોકડી પાસે ચામુંડા પાન નામની દુકાન બહાર ગ્રાહકોની ભીડ એકઠી કરનાર બુટા જેહાભાઇ રાતડીયા, દેવકીનંદન સોસાયટીમાં ચોરસીયા  સમોસા નામની દુકાનમાં ગ્રાહકો એકઠા કરનાર મુકેશ લલનપ્રસાદ કાશી, સરધાર બસ સ્ટેન્ડ પાસે ચા ની લારી પાસે માણસો  એકઠા કરનાર પિયુષ જીવણભાઇ સવસાણી, દિલીપ સોમાભાઇ કુમરખાણીયા, આજીડેમ ચોકડી પાસેથી ઇકોકારમાં વધુ પેસેન્જર લઇને નીકળેલા કાંતી પોલાભાઇ ગાબુ, તથા માલવીયાનગર પોલીસે મવડી પ્લોટ કૃષ્ણનગર મેઇન રોડ પર ટીપ-ટોપ પાન નામની દુકાન બહાર માણસો એકઠા કરનાર જય નાથાભાઇ ઓડોનારયા, મવડી ચોકડી પાસેથી નિલેશ ગીરધરભાઇ સાવલીયા, મહેશ રામજીભાઇ ભંડેરી, નિર્મળસિંહ દોલતસિંહ ડાભી, દિનેશ હમીરભાઇ વાંક, ગુરૂપ્રસાદ ચોકમાંથી પ્રતીક રાજેન્દ્રભાઇ ડાભી, જયદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, મનોજ રાજુભાઇ માંડાણી, સુમીત રમણીકભાઇ તેરૈયા, તથા પ્રનગર પોલીસે જંકશન પ્લોટ મેઇન રોડ એ ટુ ઝેડ પાન પાસેથી સુરેશ કાન્તીભાઇ બોરીયા, પરસાણાનગર મેઇન રોડ પર બાબા પાન નામની દુકાન ધરાવતા રાજેશ વ્રજલાલભાઇ મદયાણી, સીંધી કોલોની મેઇન રોડ પર સુરેશ પાન નામની દુકાન ઘર નરેશ પરસોતમભાઇ લખમીયાણી, મોટી ટાંકી ચોક પાસેથી સમીર વડાપાઉના નામની દુકાન બહાર ગ્રાહકો ભેગા કરનાર ફઝલ ગફારભાઇ સીસોગીયા, જંકશન મેઇન રોડ પર દીપ કિડસવેર કાપડની દુકાન ખુલ્લી રાખનાર દિપક જેઠાનંદ ભારાણી, ગીરીશ રામચંદ્રભાઇ ડોડવાણી, દેવાંગ મહેશભાઇ સીતાપરા, મોદીનુદ્દીન મહંમદભાઇ ઠેબા, મહંમદ અવૈસી , મહંમદ હનીફભાઇ સલોત, તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર ઇકોના ચાલક પ્રવીણ કલ્યાણદાસભાઇ પરમાર, વિજય    ગોવિંદભાઇ પરમાર, બ્રહ્મસમાજ ચોકમાંથી અબ્બાસ નજર આપી વણાંક, આમદ સુલેમાનભાઇ પીલુવાડીયા, હનીફ સુલીેમાનભાઇ પલોડીયા તથા તાલુકા પોલીસે વાવાડી ચોકી પાસેથી રાજ નીતીનભાઇ લીલા, દિનેશ હરજીભાઇ છેલડીયા, રાજેશ વાઘજી પનાઇ રામાણી,ચ નીતેષ ઘુસાભાઇ લીલા, ખેતીગ કાંતીભાઇ સાંગાણી, અન્ય રવીભાઇ પરમાર, તથા યુનિવર્સિટી પોલીસે શાસ્ત્રીનગર રોડ પર નાથજી કોલ્ડ્રીંકસ દુકાનદાર હસમુખ શામજીભાઇ વાડોલીયા, રૈયા રોડ પર ખોડીયછાર ટી સ્ટોલ ખુલ્લુ  રાખનાર રમેશ કરશનભાઇ બાંભવા, મનસુખ કારાભાઇ ટોળીયા, નાણાવટી ચોક પાસે ગીતા ફાર્મા નામની દુકાન ધરાવતા વિપુલ ભોગીલાલ ઠક્કર, કે.કે.વી. ચોક સર્કલ પાસે પાંઉભાજી રેસ્ટોરન્ટ ચાલુ રાખનાર ગીરીશ મનસૃુખભાઇ લાખાણીને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:53 pm IST)