Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

શાળાઓએ વસૂલેલી ફી પરત અપાવોઃ કોંગ્રેસ

સરકાર અને શાળા સંચાલકો વચ્ચે સંકલનને અભાવે વાલીઓ પીસાઇ રહ્યા છે સરકાર દ્વારા ધો.૧૦-૧૧ ના છાત્રો માટે નિર્ણય કરે DEOને રજુઆતઃ ૯ કાર્યકરોની અટકાયત

રાજકોટ : DEO કચેરી ખાતે આવેદન પત્ર પાઠવતા રાજદીપસિંહ જાડેજા  રોહીત રાજપુત સહિત અને કાર્યકરો નજરે પડે છે.(તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.ર૩: સ્વનિર્ભર શાળાઓએ લીધેલી ફી પરત આપવા કોંગ્રેસે આજે શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી સુત્રાચાર સાથે રજુઆત કરતા ૯ કાર્યકરની અટકાયત કરી છે.

કોંગ્રેસના મંત્રી રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં ં અપાયેલ આવેદનપત્ર જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તેમાં રાજયની કોઇપણ શાળા હાલની પરિસ્થિતિમાં ફી લઇ શકશે નહીં આવું જાહેર કરવામાં આવેલ છે  અને વંદે ગુજરાત ચેનલ અને ડી.ડી.ગીરનાર ચેનલ ઉપરથી વિદ્યાર્થીઓને પોતાના વિષયોનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. જયારે સમગ્ર ગુજરાતમાં અને રાજકોટમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો દ્વારા વાલીઓ પાસેથી આ વર્ષની ૮૦% ફી લઇ લીધેલ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે માંગણી છે કે જે ફિ વિદ્યાર્થીઓ કે તેના વાલીઓ પાસેથી વસુલ કરવામાં આવી છે તે તાત્કાલીક અસરથી પરત કરવામાં આવે. ધોરણ-૧૦ અને ધોરણ-૧ર અલગ અલગ બોર્ડના વિદ્યાર્થીઓ માટે સરકાર કઇ દિશામાં વિચારી રહી છે તેની અલગથી ગાઇડ લાઇન બહાર પાડવી જોઇએે ધોરણ-૧૦ અને ૧રના અલગ અલગ બોર્ડના વર્ષના પાઠય પુસ્તકના અભ્યાસક્રમમા  નકકી કરી વિદ્યાર્થીઓને તાત્કાલીક અસરથી જાણ કરવી જોઇએ આ બાબતમાં સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

કોંગ્રેસના મંત્રી રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં ં અપાયેલ આવેદનપત્ર જણાવ્યું છે કે અમુક શાળાઓ દ્વારા રાજય સરકારનો પરિપત્ર થઇ ગયા બાદ પણ  ફી ની ઉઘરાણી ચાલુ રાખેલ છે. જેમાં એસ. એન. કે., મોદી સ્કુલ, ધોળકીયા સ્કુલ વગેરેનો સમાવેશ થાય છે અને મોદી સ્કુલને તો રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દંડ પણ કરવામાં આવેલ છે છતાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીના દંડને અને રાજય સરકારના નિયમને ધોળીને પી ગયા હોય એ રીતે ફરીથી ફી ની ઉઘરણીઓ ચાલુ કરેલ છે. જે બાબતના શાળાઓના  ફી ઉઘરાણીના પુરાવાઓ કરેલ.

રજુઆત સમયે  ડો. રાજદિપસિંહ જાડેજા,  રોહિત રાજપુત, હરપાલસિંહ જાડેજા, મોહિલ ડવ, અભિ તલાટીયા, રવિ જીતીયા, રૂતૂરાજસિંહ  ઝાલા વગેર લોકો હાજર રહ્યા હતા.

(4:39 pm IST)