Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

મંદિરની જગ્‍યાનો કોમર્શિયલ ટેક્‍સ નહિ લાગે

ધાર્મિક મંદિરની જગ્‍યાના મકાનોને રેસીડેન્‍સી ગણવામાં આવશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે કરી રાહતલક્ષી જાહેરાત : પ્રદેશ ભાજપ પ્રમુખ સાધુ - સંતો - સાહિત્‍યકારો અને કલાકારો સાથે સીધો સંવાદ સાધીને પ્રશ્નોથી અવગત થયા

પ્રશ્નો ઉકેલનાર ધાર્મિક ક્ષેત્રના પ્રશ્નો ઉકેલવા પાટીલજીનું વચન !

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા હેમુ ગઢવી હોલમાં વન ડે વન ડીસ્‍ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્‍થિતિમાં સાધુ, સંતો, સાહિત્‍યકારો અને કલાકારો સાથે બેઠક યોજાઇ હતી. તે વખતની તસ્‍વીરમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રવાસી રાજ્‍ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદો રામભાઇ મોકરીયા, વિનોદ ચાવડા, જિલ્લાના પ્રભારી મહેન્‍દ્રસિંહ સરવૈયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, શ્રી સાગઠીયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ મનસુખભાઇ રામાણી, નાગદાનભાઇ ચાવડા, મનીષભાઇ ચાંગેલા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લાના પ્રભારી રક્ષાબેન બોળીયા, પ્રદેશ પ્રવકતા ભરતભાઇ, બિહારીભાઇ ગઢવી, ધીરૂભાઇ સરવૈયા, રાજુભાઇ ધ્રુવ વિગેરે તથા વિવિધ જગ્‍યાના સંતો-મહંતો ઉપસ્‍થિત રહ્યા હતા તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

સ્‍વાગતમ :..‘વન-ડે  વન ડિસ્‍ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત આજે રાજકોટ આવેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલનું જીલ્લા અને શહેર ભાજપ  આગેવાનોએ સર્કિટ હાઉસ ખાતે પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત  કર્યુ હતુ તે વખતની તસ્‍વીરમાં સાંસદ વિનોદ ચાવડા,  પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, તથા રાજૂભાઇ ધ્રુવ, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા ધનસુખભાઇ ભંડેરી, નાગદાનભાઇ ચાવડા, શાંતુભાઇ રૂપારેલીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા) 

 

રાજકોટ તા. ૨૨ : આજે બીજા દિવસે રાજકોટ શહેરના શ્રી હેમુ ગઢવી હોલમાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્‍થિતિમાં ‘વન ડે વન ડીસ્‍ટ્રીકટ' અંતર્ગત સંતો - મહંતો, સાહિત્‍યકારો અને કલાકારો સાથે તેમના પ્રશ્નોથી અવગત થવા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલે સીધો સંવાદ સાધ્‍યો હતો.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલે જણાવ્‍યું કે ચૂંટણી આવે છે એટલે માટે અમે આ કાર્યક્રમો કરતા નથી. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે આખા રાજ્‍યમાં દરેક જિલ્લામાં કાર્યક્રમો શરૂ કરેલ છે. આ રાજ્‍યનો આઠમો કાર્યક્રમ છે. ૧૯ પ્રકારના લોકોને મળીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. પ્રદેશ ભાજપ અધ્‍યક્ષશ્રીએ જણાવ્‍યું કે, ગૌશાળાના ગાયના સહાય, ખેતી સહિતના ઘણા પ્રશ્નોને રાજ્‍ય સરકારે આવરી લીધા છે. તેની અમલવારી બાકી છે.

આ બેઠકમાં સાધુ - સંતો અને  વિવિધ સંસ્‍થાના આગેવાનોએ મંદિર પર ટેકસ, જગ્‍યા વિગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રશ્નના જવાબમાં શ્રી પાટીલે જણાવ્‍યું હતું કે, મંદિરની જગ્‍યાને કોમર્શિયલ ટેકસ લાગશે નહી. ધાર્મિક મંદિરની જગ્‍યાના મકાનોને રેસીડેન્‍સી ગણવામાં આવશે.

આ પ્રસંગે પ્રવાસી રાજ્‍ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદો રામભાઇ મોકરીયા, વિનોદ ચાવડા, જિલ્લાના પ્રભારી મહેન્‍દ્રસિંહ સરવૈયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, શ્રી સાગઠીયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ મનસુખભાઇ રામાણી, નાગદાનભાઇ ચાવડા, મનીષભાઇ ચાંગેલા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લાના પ્રભારી રક્ષાબેન બોળીયા, પ્રદેશ પ્રવકતા ભરતભાઇ, બિહારીભાઇ ગઢવી, ધીરૂભાઇ સરવૈયા, રાજુભાઇ ધ્રુવ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

પાટીલની નવી નીતિ : ઔપચારિકતા પડતી મૂકી

સ્‍વાગત-ફુલહાર વગેરે ફોર્માલિટી વગર કાર્યક્રમની શરૂઆત

રાજકોટ,તા. ૨૨ : વન ડે વન ડિસ્‍ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલે આજે રાજકોટ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હંમેશા નવું અને અલગ કરવા માટે જાણીતા પાટીલજીએ આજના હેમુ ગઢવી હોલ ખાતેના કાર્યક્રમમાં પણ નવી ભાત પાડી હતી.

હેમુ ગઢવી હોલ ખાતે સી.આર.પાટીલે કાર્યક્રમની શરૂઆતમાં સાધુ-સંતો, ધાર્મિક સંસ્‍થાઓ, સાહિત્‍યકારો, કલાકારો, શિક્ષકો, સહકારી આગેવાનો, ડોકટરો, વકીલો અને એન્‍જીનીયરો સાથે બેઠક યોજી હતી. જેમાં પણ કોઇ પણ જાતની ઔપચારીકતા કરવામાં આવી ન હતી. ન સ્‍વાગત કે ન ફુલહાર સીધો જ સી.આર.પાટીલે પોતાનું વકતવ્‍ય શરૂ કર્યું હતું.

(4:04 pm IST)