Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટમાં

જીલ્લાના વન ડે વન ડિસ્‍ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત : સાધુ સંતો, વિદ્યાર્થીઓ, વકિલો, તબીબો, દિવ્‍યાંગો, શિક્ષકો, સહકારી આગેવાનો, એન્‍જીનીયરો સાથે બેઠક

રાજકોટ તા. રર :.. રાજકોટ જીલ્લાના ‘વન-ડે વન ડિસ્‍ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત આજે  રાજકોટમાં સાધુ, સંતો, ધાર્મિક સંસ્‍થાઓ, સાહિત્‍યકારો, કલાકારો, શિક્ષકો, સહકારી આગેવાનો, ડોકટર, વકીલ, એન્‍જીનીયરો સાથે બેઠકો યોજાઇ રહી છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આગામી વિધાનસભામાં ૧પ૦ બેઠકો મેળવવાના મિશન સાથે વન-ડે વન ડીસ્‍ટ્રીકટ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં આજે રાજકોટ ખાતે બેઠકો યોજાઇ રહી છે. સી. આર. પાટીલ આજે ગોંડલનો કાર્યક્રમ પૂર્ણ કરી રાજકોટ આવી પહોંચ્‍યા છે. સવારે ૮ વાગ્‍યાથી સાંજે ૪ સુધી વિવિધ કાર્યક્રમો તેણે યોજયા છે.

રાજકોટ ખાતે સવારે ૮ કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્‍છકોને મળ્‍યા બાદ ૧૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે સાધુ, સંતો, સાહિત્‍યકારો, ધાર્મિક સંસ્‍થાઓના પ્રતિનિધીઓ ૧૧.૧પ કલાકે વિદ્યાર્થીઓ, શ્રમિકો, દિવ્‍યાંગો સાથે, ૧ર.૩૦ કલાકે શિક્ષકો, નિવૃત અધિકારીઓ કર્મચારીઓ સાથે જયારે ર.૩૦ કલાકે સહકારી આગેવાનો, સરપંચો સાથે સ્‍વામીનારાયણ મંદિરના સભાખંડમાં કાલાવડ રોડ ખાતે સંમેલન યોજાયુ હતું. ૪ કલાકે વકીલો, તબીબો, બિલ્‍ડર્સ, વેપારીઓ, ઇજનેરો સાથે બેઠક યોજવામાં આવી છે.

(1:27 pm IST)