Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

છૂટાછેડા બાદ બીજા સાથેનો ફોટો મોકલીને પૂર્વ પત્‍નિએ ટોણા મારતાં જીજ્ઞેશનો આપઘાતનો પ્રયાસ

ગોંડલના રજપૂત યુવાને આઠ મહિના પહેલા જ લુહાર યુવતિ સાથે લવમેરેજ કર્યા હતાં: ઝેરી પ્રવાહી પી ફાંસો પણ ખાધોઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૩: ગોંડલમાં મોહનનગર વૃંદાવન-૩માં રહેતાં જીજ્ઞેશ ભરતભાઇ સોલંકી (ઉ.૨૬) નામના રજપૂત યુવાને સાંજે ઝેરી પ્રવાહી પી પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.
જીજ્ઞેશે હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે તે દવાની કંપનીમાં નોકરી કરે છે. પિતા હયાત નથી. પોતે માતા સાથે રહે છે. આઠેક મહિના પહેલા તેણે ગોંડલની જ હિરલ લુહાર સાથે લવમેરેજ કર્યા હતાં. થોડા દિવસ પહેલા જ તેની સાથે છુટાછેડા થઇ ગયા છે. પોતે તેને ભુલવા માંગતો હતો પરંતુ ગઇકાલે પુર્વ પત્‍નિએ પોતાનું બીજુ નક્કી થઇ ગયું તેમ કહી એક યુવાન સાથેનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામથી પોતાને મોકલી મેણાટોણા મારતાં પોતે દુઃખી થઇ જતાં તેણીના પિતાને આ બાબતે વાત કરવા ગયો હતો અને એ પછી માઠુ લાગતાં ઘરે આવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

 

(10:18 am IST)