Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

હળવદના જુના દેવળીયાના સરપંચ વશરામભાઇ સોલંકી પર કુટુંબી ભાઇ શૈલેષનો છરીથી હુમલો

પ્‍લોટમાંથી પાણી કઢાવવા મામલે ૧૮મીએ કરતાં ધરપકડ થઇ'તીઃ જામીન પર છુટી ફરી તૂટી પડયોઃ સરપંચને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૩: હળવદના જુના દેવળીયા ગામના સરપંચ વશરામભાઇ મુળજીભાઇ સોલંકી (ઉ.વ.૪૦) પર ગામમાં જ રહેતાં તેના કુટુંબી ભાઇ શૈલેષ હરિભાઇ સોલંકીએ ગઇકાલે સાંજે ગામના સ્‍મશાન નજીક છરીથી હુમલો કરી ઘા ઝીંકી દેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હળવદ પોલીસને જાણ કરી હતી.
વશરામભાઇના કહેવા મુજબ શૈલેષે પ્‍લોટ લીધો હોઇ તેમાં પાણી ભરાયું હોઇ ગત ૧૮મીએ તેણે મને આ પ્‍લોટમાંથી પાણી બીજાના પ્‍લોટમાં કઢાવી દેવા માટે કહેતાં મેં તેને બીજાના પ્‍લોટમાં પાણી ન જવા દેવાય તેમ કહીને સમજાવી આવુ કામ કરવાની ના પાડતાં તેણે મને કહેલું કે ઘરના કામ ન કરો તો સરપંચ શું કામના? તેમ કહી મારામારી કરતાં મેં તેના વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી. આ બનાવમાં તેની ધરપકડ થતાં ગઇકાલે જ તે જામીન પર છુટીને આવ્‍યો હતો અને હું બાંધકામની સાઇટ પર જતો હોઇ મને રસ્‍તામાં રોકીને ફરીથી હુમલો કર્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(4:27 pm IST)