Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

શીવાંશ સિંહની ગૌરવવંતી સિદ્ધિ સ્‍કૂલમાં દ્વિતિય, પરિવાર સ્‍કુલનું ­ગૌરવ વધાર્યું

મોરના ઈંડા ચીતરવા ન પડે, ઉતર સૌરાષ્‍ટ્રના વડા રાજકોટ રેન્‍જ આઇજી સંદીપ સિહ અને શૈલજા સિંહના લાડકવાયા દ્વારા યથાર્થ ઠેરવી : અભિનંદન વર્ષા અવિરત ચાલુ, સરેરાશ ૯૬.૨ ટકા, સ્‍કૂલમાં પણ હર્ષનો માહોલ સર્જાયો

રાજકોટ તા.૨૩:  અભ્‍યાસમાં હર હંમેશ આગળ રહેવાનો જીવનમંત્ર બનાવનારા વડોદરાની નવરચના માધ્‍યમિક સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા શિવાંસ સિંહએ પોતાના અને પોતાના પરિવારની આ પરંપરા જાળવી રાખી છે.ધોરણ ૧૨ કોમર્સ વિભાગમાં શિવાંસ સિંહ દ્વારા દ્વિતિય  ક્રમ મેળવી શાળા અને સમાજ અને પરિવારનું ગૌરવ વધારેલ છે. શિવાંસ સિંહની આવી યશસ્‍વી સિદ્ધિ બદલ તેમના અને તેમના પરિવાર પર અભિનંદન વર્ષા સતત ચાલુ છે.                                          

તેઓના માર્કશીટ સ્‍કોર પર દૃષ્ટિ કરવી પણ ખૂબ રસપ્રદ છે, આ હોનહાર વિદ્યાર્થીએ Entrepreensurshipમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ, બિઝનેસ સ્‍ટડીસમાં ૧૦૦માંથી ૯૯, એકાઉન્‍ટસમા ૧૦૦માંથી ૯૮, ઇંગ્‍લિશમાં ૧૦૦ માંથી ૯૫,  તથા બેસ્‍ટ ફોરમા ૯૮ ટકા માર્કસ સાથે સરેરાશ ૯૬.૨ ટકા માર્કસ સાથે સમગ્ર સ્‍કૂલમાં બીજો નંબર મેળવતા સ્‍કૂલ દ્વારા પણ તેમની પીઠ થાબડી અભિનંદન આપવામાં આવ્‍યા છે.        

 શિવાંસ સિંહ રાજકોટ રેન્‍જ અર્થાત્‌ ઉતર સૌરાષ્‍ટ્રના વડા એવા કાર્યદક્ષ અને મજબૂત પકકડ ધરાવતા આઇપીએસની માત્ર ગાંધીનગર નહિ દિલ્‍હી સુધી છાપ ધરાવતા સંદીપ સિહ અને શૈલજા સિંહના પુત્ર છે, આમ મોરના ઈંડા ચીતરવા ન પડે એવી કહેવત શિવાંશ સિંહ દ્વારા યથાર્થત ઠેરવી છે.

(4:21 pm IST)