Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ઢેબર રોડ પર સીટી બસે બાઇકને ઠોકરે લેતાં દિપક અને હિતેન્દ્રને ઇજા

રાજકોટ તા. ૨૩: ઢેબર રોડ પર અંધ મહિલા વિકાસ ગૃહ પાસે સીટી બસની ઠોકરે બાઇક ચડી જતાં બે યુવાનને ઇજા થઇ હતી.

રણુજા મંદિર પાસે રહેતાં અને લાદી કામની મજૂરી કરતાં હિતેન્દ્રભાઇ અશોકભાઇ કાચા (ઉ.૩૪) તથા સોરઠીયાવાડી પાસે રહેતાં દિપકભાઇ લક્ષમણભાઇ વાંક (ઉ.૨૨) સાંજે બાઇકમાં બેસને જતાં હતાં ત્યારે ઢેબર રોડ પર સીટી બસના ચાલકે ઠોકરે લેતાં બંનેને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(3:11 pm IST)