Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ અને એક હેડ કોન્સ્ટેબલની બદલીઃ ૭ની નિમણુંક

રાજકોટ તા. ૨૩: શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં સાત પોલીસ કર્મચારીઓની ક્રાઇમ બ્રાંચમાં નિમણુંક કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાંચમાંથી એક એએસઆઇ અને એક હેડકોન્સ્ટેબલની અન્યત્ર બદલી કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં એએસઆઇ ફરીદભાઇ શેખની સાયબર ક્રાઇમમાં અને હેડકોન્સ. ઉમેદભાઇ માણસુરભાઇની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે.

જ્યારે ભકિતનગરના કોન્સ. કુલદિપસિંહ સહદેવસિંહ, આજીડેમના નાઝનીન અબ્દુલભાઇ, ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ રતિલાલ, પ્ર.નગરના ધર્મેશભાઇ પ્રભાતભાઇ, ભકિતનગરના દેવશીભાઇ ખાંભલા અને મહિલા પોલીસ સ્ટેશનના લોકરક્ષક ત્રિપદા પંકજકુમાર, માલવીયાનગરના લોકરક્ષક ભુમિકા રાજુભાઇની ક્રાઇમ બ્રાંચમાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ નિમણુંક કરી છે.

(4:18 pm IST)