Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

મીલપરામાં કિર્તન પ્રિન્ટમાં વિદેશી દારૃનો વેપલોઃ ૧૪૪ બોટલ સાથે બે પકડાયા

દૂકાન માલિક પરેશ કુવારદીયા અને અગાઉના કર્મચારી નિલેષ સોલંકીને પૈસાની ખેંચ ઉભી થતાં જથ્થો ઉતાર્યો પણ વેંચે એ પહેલા પોલીસ આવી ગઇ  : હેડકોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી, મનરૃપગીરી ગોસ્વામી અને કોન્સ. પુષ્પરાજસિંહ ગોહિલને બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: મીલપરા મેઇન રોડ પર દ્વારકેશ સંકુલના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી કિર્તન પ્રિન્ટ નામની દૂકાનમાં વિદેશ દારૃનો જથ્થો આવ્યો હોવાની બાતમી પરથી દરોડો પાડી પોલીસે બે શખ્સને રૃા. ૭૨ હજારના દારૃ સાથે પકડી લીધા છે.

ભકિતનગર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી, મનરૃપગીરી ગોસ્વામી અને કોન્સ. પુષ્પરાજસિંહ ગોહિલને બાતમી મળતાં કિર્તન પ્રિન્ટમાં દરોડો પાડતાં મેકડોવેલ્સ નંબર વન અને ઓલ સિઝન્સ તથા રોયલ ચેલેન્જ બ્રાન્ડની વ્હીસ્કીની રૃા. ૭૨ હજારની ૧૪૪ બોટલો મળી આવતાં દૂકાનમાં હાજર પરેશ વલ્લભભાઇ કુવારદીયા (ઉ.૫૨-રહે. ૧૫૦ રીંગ રોડ કિશન પાર્ક-૫) તથા નિલેષ મુકેશભાઇ સોલંકી (ઉ.૨૩-રહે. વિજય પ્લોટ-૬, ગોંડલ રોડ ખોડિયાર કૃપાની બાજુમાં) વિરૃધ્ધ ગુનો નોંધી બંનેને પકડી લીધા હતાં.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ પરેશની દુકાનમાં અગાઉ નિલેશ પ્રિન્ટીંગના કારીગર તરીકે કામ કરતો હતો. હાલમાં બંનેને પૈસાની ખેંચ ઉભી થઇ હોઇ જેથી દારૃ વેંચવા માટે મંગાવ્યો હતો. નિલેષ આ જથ્થો લાવ્યો હતો અને પરેશે તેને દૂકાનમાં ટેબલ નીચે છુપાવી દીધો હતો. ગ્રાહકો સુધી આ બોટલો પહોંચે એ પહેલા પોલીસ પહોંચી ગઇ હતી. ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડાના માર્ગદર્શનમાં આ કામગીરી કરી હતી.

(3:14 pm IST)