Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

માઇક્રો લાઇટ પ્રિમીયમ ફેટનો નમૂનો ફેઇલ : વેપારી - ઉત્‍પાદકને ૧.૧૦ લાખનો દંડ

મ.ન.પા.એ ભકિતનગરની કિશોર એન્‍ડ કંપનીમાંથી લીધેલો નમૂનો સબ સ્‍ટાન્‍ડર્ડ જાહેર : ગોવર્ધન ચોક શ્રીજી ડેરીના દૂધમાં વેજીટેબલ ફેટની ભેળસેળ - માલિકને પાંચ હજારનો દંડ : નોનવેજના નમૂના લેવાયા : ૮૦ ફુટ રોડ પર ફૂડ ઓન વ્‍હીલ્‍સનું ચેકીંગ : ૯ વેપારીને નોટીસ

રાજકોટ તા. ૨૩ : મ.ન.પા.ના આરોગ્‍ય વિભાગે લીધેલો પ્રિમીયમ ફેટનો નમૂનો ફેઇલ થતાં વેપારી ઉત્‍પાદકને કુલ ૧.૧૦ લાખનો દંડ ફટકારાયો છે.
વેપારીઓ - ઉત્‍પાદકને દંડ
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ આરોગ્‍ય શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારાᅠ‘કિશોર એન્‍ડ કંપની'ᅠ-ᅠભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ -૫,ᅠકેન્‍કો હાઉસ,ᅠરાજકોટ મુકામેથીᅠમાઇક્રોલાઇટ પ્રિમીયમ ફેટનોᅠ(૫૦૦ ગ્રામ પેકટ)નો નમુનો લેબોરેટરી ᅠરિપોર્ટમાં સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટર દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક -રશ્‍મીકાંત કિશોરકાંત ગોડાને રૂ.૧૦,૦૦૦ તથાᅠઉત્‍પાદક પેઢીના નોમિની -મહેન્‍દ્રભાઇ છોટાભાઈ પટેલને રૂ.૫૦,૦૦૦નો દંડ,ᅠઉત્‍પાદક પેઢી ગાગર ફૂડસ પ્રા.લિ.ને રૂ.૫૦,૦૦૦નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારાᅠ‘શ્રીજી ડેરી ફાર્મ'ᅠ-ᅠક્રિશ્ના કોમ્‍પ્‍લેક્‍સ,ᅠશોપ નં.-૪,ᅠમાધવ પાર્ક -૨,ᅠગોવર્ધન ચોક,ᅠ૧૫૦ ફૂટ રીંગ રોડ,ᅠરાજકોટ મુકામેથીᅠભેંસનું દૂધ (લુઝ)નો નમુનો લેબોરેટરી રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક દીપેશકુમાર શાંતિલાલ મેઘપરાને રૂ.૫,૦૦૦ દંડનો હુકમ કરવામાં આવેલ છે.
અખાદ્ય ખોરાકનો નાશ
ફૂડ વિભાગ દ્વારાᅠભાવનગર રોડ,ᅠચુનારાવાડ ચોકની બાજુમાં આવેલᅠમુબારક નોનવેજ રેસ્‍ટોરન્‍ટᅠપેઢીમાં ચકાસણી કરેલ,ᅠતપાસ દરમિયાનᅠ૮ કિલો વાસી નોનવેજ પ્રિપેર્ડ ફૂડ નોᅠજથ્‍થો નાશ કરેલ સ્‍થળ પર હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.ᅠᅠᅠ
જ્‍યારે બાલક હનુમાન ચોક,ᅠપેડક રોડ પર આવેલᅠવિષ્‍ણુ ખમણᅠપેઢીમાં ચકાસણી કરેલ,ᅠતપાસ દરમિયાનᅠ૨ કિલો વાસી ઇડલીનો જથ્‍થો નાશ કરેલ સ્‍થળ પર હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
નોનવેજના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ᅠહેઠળ  (૧)ᅠબોનલેશᅠચિકન મસાલા સબ્‍જીᅠ(પ્રિપેર્ડ -લુઝ) બિસ્‍મિલ્લાહ રેસ્‍ટોરન્‍ટ -સદર બજાર મેઇન રોડ,ᅠવિનોદ બેકરી સામેથી તથા (૨)ᅠચિકન બિરીયાનીᅠ(પ્રિપેર્ડ - લુઝ) હુસેની કેટરર્સ - નુતન પ્રેસ રોડ,ᅠ ઓરબીટ કોમ્‍પ્‍લેક્ષની સામે,ᅠસદર બજાર ખાતેથી ૨ નમૂના લેવામાં આવ્‍યા છે.
વેપારીને નોટીસ ᅠ
ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન દ્વારાᅠનહેરુનગર ૮૦ ફૂટ રોડᅠવિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૭ ખાણીપીણીની ચકાસણી કરવામાં આવેલ તથા ૯  વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ,ᅠપ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વિગેરેના કુલ ૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

 

(3:16 pm IST)