Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

દાઉદી વોરા સમાજ દ્વારા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું સન્માન

રાજકોટઃ શહેરના નવનિયુકત પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવનું રાજકોટ દાઉદી વ્હોરા સમાજ દ્વારા શાલ ત્થા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ હતું. દાઉદી વ્હોરા સમાજની જનસંખ્યા સમુદાયની પરંપરા, સ્કુલો, પ્રવૃતિઓ વિષે કમિશ્નરશ્રી સાથે ચર્ચા કરવામાં આવેલ.

આ તકે પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ સુરત ખાતે ધાર્મિક સમારોહમાં પર માં(સ્વ.) હાઇ હીઝહોલીનેશ.ડો. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનસાહેબ (રી.અ.)સાથે મુલાકાત વિષે જણાવ્યુ હતું. સમાજના સભ્યોએ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૃ  હીઝહોલીનેશ ડો. સૈયદના આલી કદર મુફદલસાહેબ (ત.ઉ.૨૧)મોહરમ માસ નિમિતે લંડન ખાતે વાચીઝ ફરમાવશે.

દાઉદી વ્હોરા સમાજ વતી-શેખ યાહ્યાભાઇ ગાંધી, શેખ યુસુફઅલીભાઇ જોહર કાર્ડ સવાલા, શાકીરભાઇ કાચવાલા, જોહર કપાસી, અસગરભાઇ વંથલીવાલા, એહમદીભાઇ લાકડાવાલા, હસતેનભાઇ જોહર કાર્ડસ, અલી અસગર દાઉદી, જોહરભાઇ વંથલીવાળા, ઉપસ્થિત રહ્યા હતા.

(3:19 pm IST)