Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

કાલે દીકરાનું ઘર ધરતીનાધ્રુવને ગારડી એવોર્ડથી સન્માનિત કરશે

રાજકોટ તા.૨૩ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા કાલે તા.૨૪ રવિવારે રોજ સાંજેે ૬.૦૦ કલાકે સૌરાષ્ટ્ર હાઇસ્કુલનાં મધ્યસ્થ ખંડમાં સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રે કામ કરતા મહાનુભાવોને ભારત ભામાશા દાનવીર સ્વ. દીપચંદભાઇ ગારડીના નામથી અપાતો પ્રતિષ્ઠીત એવોર્ડ એનાયતનાં કાર્યક્રમનું આયોજન  છે. જામનગરની આણંદાબાવા સંસ્થાનાં દેવીપ્રસાદ સ્વામી (સેેવા) સુરેશભાઇ નંદવાણા (ઉદ્યોગ), ઇંદુભાઇ વોરા (શિક્ષણ મેડીકલ), બાબુભાઇ અસલાલીયા (શિક્ષણ સેવા) ગોવિંદભાઇ ખુંટ (કન્યા કેળવણી), મનસુખભાઇ (શિક્ષણ) અને  સંસ્થાકીય એવોર્ડ મધર ટેેરેસા આશ્રમને આપવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં મુંજકા સ્થિત આશ્રમના પરમાત્માનંદ સરસ્વતીજી પ્રદેશ ભા.જ.પના ઉપાધ્યાક્ષ ડો. ભરત બોઘરા, સૌ.યુનિ નાં કુલપતિ ડો. ગિરીશભાઇ ભીમાણી, ફીલ્ડ માર્શલનાં નિતીનભાઇ પટેલ બિલ્ડર ધીરૃભાઇ રોકડ, ઉદ્યોગપતિ છગનભાઇ બુસા, જગદીશભાઇ કોટડીયા, યુવા બિલ્ડર હર્ષદભાઇ માલાણી, સંદીપભાઇ સાવલીયા, રઘુવંશી સમાજનાં અગ્રણી રાજુભાઇ પોબારૃ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા મુકેશ દોશી, અનુપમ જોશી, સુનિલ વોરા, નલીન તન્ના, કિરીટ આદ્ર્રોજાની વગેરે કાર્યરત છે.

(3:21 pm IST)