Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પોલીસ કમિશનર કચેરી ખાતે પિયુષ રાઠોડનો આત્‍મવિલોપનનો પ્રયાસઃ પોલીસે પકડી લીધો

લવમેરેજ કર્યા હોઇ અરજીને આધારે પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ

રાજકોટઃ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૯માં રહેતાં પિયુષ રમેશભાઇ રાઠોડ (ઉ.૨૭) નામના યુવાને આજે બપોરે પોલીસ કમિશનર કચેરીએ ફિનાઇલની બોટલ સાથે પહોંચી આત્‍મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેને પકડી લીધો હતો અને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પિયુષે જણાવ્‍યું હતું કે તેણે જેન્‍તીભાઇ સાગઠીયાની દિકરી પાયલ સાથે લવમેરેજ કર્યા છે. આ લગ્ન મામલે યુવતિના માતા-પિતાને કોઇ વાંધો નથી. પરંતુ યુવતિ પાયલનો કુટુંબી ભાઇ કિરીટ સાગઠીયા હેરાન કરી અરજી કરતો હોઇ જેથી પોલીસ વારંવાર બોલાવતી હોઇ પોતે હેરાન થઇ રહ્યો હોવાથી આત્‍મવિલોપન કરવા આવ્‍યાનું પિયુષે કહ્યું હતું. અગાઉ તેની પત્‍નિ પાયલે પણ કુટુંબી ભાઇ કિરીટ વિરૂધ્‍ધ પોલીસ કમિશનરને અરજી કરી હતી.

(3:21 pm IST)