Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ક્ષત્રિય મહાસંઘ ભારતનું પ્રથમ રાષ્‍ટ્રીય અધિવેશન ઉજ્જૈનમાં યોજાશે

રાજકોટ તા. ૨૩ : ક્ષત્રિય મહાસંઘ ભારતનું પ્રથમ રાષ્‍ટ્રીય અધિવેશન ઉજ્જૈન મધ્‍યપ્રદેશ ખાતે યોજાશે. ભારતભરમાંથી ૨૯ રાજ્‍યોના લગભગ ૧૬૦૦૦ જેટલા સભ્‍ય આ સંસ્‍થામાં જોડાઇ ચુકયા છે. જેના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે શ્રી કેપ્‍ટન સુરેશસિંહ પરમાર, ભોપાલની વરણી કરવામાં આવેલ છે. આ સંસ્‍થાના સંરક્ષક તરીકે રાજેન્‍દ્રસિંહ જુવાનસિંહ પરમાર મુળી (હાલ રાજકોટ) કે જેઓ ૨૫ વર્ષથી ગુજરાતમાં પોતાની સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.

ક્ષત્રિય મહાસંઘ ભારતની સ્‍થાપનાને ૧ વર્ષ પૂર્ણ થતા એનું પ્રથમ રાષ્‍ટ્રીય અધિવેશન તા. ૧૩-૧૪ ઓગષ્‍ટના શ્રી પરમાર ક્ષત્રિય સમાજ ધરમશાળા દાણીગેટ શીપરા નદીના કિનારે ઉજ્જૈન મધ્‍યપ્રદેશ ખાતે યોજવામાં આવેલ છે. આ અધિવેશનમાં ક્ષત્રિય સમાજના સર્વે પરિવારો ઉમંગભેર ભાગ લેશે.  આ સંસ્‍થાઓ મુખ્‍ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણનો વ્‍યાપ વધે. ઇતિહાસનું ગૌરવ જળવાય તેમજ યુવાનનો વિકાસ તેમજ મહિલાઓનો વિકાસ નવયુવાનો આગળ વધે તેમજ સમાજ આપનો અને આપને સમાજ તે રીતે એકબીજાને મદદરૂપ થઇએ તેમજ આર્થિક અને સામાજીક રીતે એકબીજાને મદદરૂપ થઇએ એવા સાર્થક પ્રયાસ કરવાના છે.

ક્ષત્રિય મહાસંઘ ભારત દ્વારા દરેક રાજ્‍યમાં વિસ્‍તાર વાઇઝ કુશળતા પૂર્વક આયોજન થઇ રહ્યું છે કે જેમાં આ સંસ્‍થા દ્વારા વિસ્‍તાર વાઇઝ જુદા જુદા વિસ્‍તારમાં કાર્યકરોનું સંગઠન મજબૂત બને જેમાં ગ્રામ પંચાયતથી લઇને નગર પંચાયત વોર્ડ અને શહેરમાં પણ કાર્યકરો સામેલ થઇ શકશે. સામાજિક કુરિવાજોને તિલાંજલિ, દહેજ પ્રથા, મૃત્‍યુભોજન, વહેવારને મુકિત તેમજ સમાજમાં વિકાસનું સ્‍તર ઉંચુ લાવવા ચર્ચા વિચારણા થશે.

સંસ્‍થામાં જોડાવા માટે સમગ્ર ગુજરાત રાજ્‍યમાં હોદ્દેદારોની વરણી કરવાની હોય જે કાર્યકર્તા ક્ષત્રિય મહાસંઘમાં જોડાવા માંગતા હોય તેઓ તેમજ આ અધિવેશનની વધુ જાણકારી માટે રાજેન્‍દ્રસિંહ જે પરમાર સંરક્ષકનો મો. ૯૯૨૫૨ ૪૮૨૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:23 pm IST)