Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રેવન્‍યુ પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલની ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સમક્ષ રજુઆત

રાજકોટ,તા. ૨૩ :: ગત તા.૨૨/૦૭/૨૦૨૨ ના સાંજના પાંચ કલાકે હેમુ ગઢવી હોલમાં ‘વન-ડે, વન-ડિસ્‍ટ્રીકટ' કાર્યક્રમ નાં અનુસંધાને રાજકોટ પધારેલ ગુજરાત પ્રદેશ ભા.જ.પ. પ્રમખ સી.આર.પાટીલ જી એ વકીલ,ડોક્‍ટર,એન્‍જીનીયર તેમજ વિવિધ વર્ગ નાં બુદ્ધિજીવીઓની મુલાકાત લઈ સંવાદ કરેલ ,જે સંવાદ માં રાજકોટનાં વકોલોનાં પ્રશ્નો રજુ કરતાં રાજકોટ બાર એસોસિએશનનાં ધારદાર વાકછટા ધરાવતા પ્રમુખ શ્રી અર્જુનભાઇ પટેલે વ્‍યક્‍તિગત રીતે પાટીલને મળી રજૂઆત કરેલ કે, રેવન્‍યુ અધિકારીઓ દ્વારા વકીલોને દસ્‍તાવેજો રજીસ્‍ટર કરાવવામાં મુશ્‍કેલીઓ પડે તેવા પરીપત્રો બહાર પાડવામાં આવે છે.
આ સંબંધે તાત્‍કાલિક ઘટતું કરવા રજૂઆત કરેલ તેમજ ઇન્‍ટરનેટ કનેક્‍ટિવિટીના કારણે દસ્‍તાવેજો નોંધાતા નથી અને પરિણામે ન નોંધાયેલા દસ્‍તાવેજો ફરીથી નોંધવા સંબંધે ખૂબ જ મુશ્‍કેલીઓ પડે છે. તે અંગે રાજકોટ બારના પ્રમુખ તર્રીક બે વખત રૃબરૃ રજૂઆત કલેકટરને કરેલ છે છતાં પણ તે મુશ્‍કેલીનું નિરાકરણ થઈ શકેલ નથી જેથી આ બાબતે પણ ઘટતું કરવા રજૂઆત કરેલ માનનીય અધ્‍યક્ષ સી.આર.પાટીલે વકીલોને પડતી તમામ મુશ્‍કેલી અને સમસ્‍યાઓ સંબંધે પ્રદેશ અધ્‍યક્ષ ભરતભાઈ બોઘરા સાહેબને સાથે રાખી રૂબરૂગાંધીનગર મળી જવા માટે પણ જણાવેલ છે ત્‍યારે રાજકોટ બાર પ્રમુખ અર્જુનભાઈ પટેલે ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ શ્રી આર પાટીલ તેમજ ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડોક્‍ટર ભરતભાઈ બોઘરાનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.
રાજકોટ બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલે આશા વ્‍યક્‍ત કરતા જણાવેલ છે કે, હાલ રેવન્‍યુની પ્રેકિટસ કરતા વકીલોને જે મુશ્‍કેલીઓ પડે છે તે મુશ્‍કેલીઓનો ટૂંક સમયમાં જ અંત આવશે તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરના વકીલોના પ્રશ્‍ન તેઓ સતત જાગૃત રહી વકીલ હિતની ચિંતા કરી સરકારમાં સબળ અને સચોટ રજૂઆત કરશે અર્જુન પટેલે વધમાં જણાવેલ કે, પાટીલની સાથેની વન ટુ વન ચર્ચા દરમ્‍યાન વકીલોની મશ્‍કેલી અંગેના જે નિરાકરણો માટેના સૂચનો હોય તે પણ જણાવવા જણાવેલ છે જેથી આગામી દિવસોમાં રેવન્‍યુસાઈડ પ્રેફિટશનર એડવોકેટ મિત્રોની સાથે ચર્ચા વિચારણા કરી વકૌલોના પ્રશ્નો અને તેના નિરાકરણ માટેના સૂચનો માટે તમામ વકીલોને બોલાવી મિટીંગ કરશે જેથી પ્રશ્નોના નિરાકરણ માટેનો સ્‍પષ્‍ટ વિકલ્‍પ સરકારને સૂચવે શકાય પ્રમુખ અર્જુન પટેલના આ સરકાર સાથેના સંવાદના પ્રયાસને આવકારેલ છે ટૂંક સમયમા ંજ રાજકોટ બારના પ્રમુખ અર્જુન પટેલ અને તાજેતરમાં જ ભાજપ પ્રદેશ લીગલ સેલના સહ કન્‍વીનર અનિલભાઈ દેસાઈ વકીલોના પ્રશ્નો સબંધે ટૂંક સમયમાં જ મહેસુલ અને કાયદા મંત્રીને મળવાના છે. ત્‍યારે વકીલોને વર્ષો જૂના પડતર પ્રશ્નો તથા નવા ઉદભવેલા પ્રશ્નોના નિકાલની આશા દેખાઈ રહી છે તેવું વકીલ વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે.

 

(3:24 pm IST)