Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

કચ્‍છી લોહાણા સમાજ દ્વારા કાલે ૧૫૦ વિદ્યાર્થીઓનો સરસ્‍વતી સન્‍માન સમારોહઃ શૈક્ષણિક કીટ અપાશે

રાજકોટ,તા.૨૩: રાજકોટ કચ્‍છી લોહાણા સમાજ દ્વારા આવતીકાલે સમાજના  તેજસ્‍વી તારલાઓના સન્‍માન કરવામાં અવાશે.
જેમાં કચ્‍છી લોહાણા સમાજના ૧૫૦ વિદ્યાર્થીઓ જે અભ્‍યાસમાં સારી ટકાવારી મેળવી ઉર્તિણ થયેલ છે. તેઓને સમાજના આગેવાનો દ્વારા પ્રમાણપત્ર શૈક્ષણિક કીટ આપી સન્‍માતિ કરવામાં આવશે. કચ્‍છી લોહાણા યુવક મંડળ તથા કચ્‍છી લોહાણા મહિલા મંડળ દ્વારા ભેટ અપાશે.
આ કાર્યક્રમ આવતીકાલે રવિવારે તા.૨૪ના સાંજે ૪:૩૦ કલાકે કચ્‍છી લોહાણા મહાજન વાડી,જુનો મોરબી રોડ, દરિયા સ્‍થાન ખાતે રાખેલ છે.
તસ્‍વીરમાં જય મૃગેશર મો.૮૫૧૧૭ ૯૨૭૫૫, ગૌરાંગ સોનપાલ મો.૮૪૦૧૫ ૦૦૮૦૧, પરેશ બી. ગણાત્રા મો.૯૬૩૮૩ ૮૦૦૫૧ અને જયદીપ રાયકંગોર મો.૯૫૭૪૧ ૪૯૪૪૬ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:25 pm IST)