Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પત્‍નિને શારીરીક -માનસિક ત્રાસ આપી મારકૂટ કરવાના કેસમાં

બેંક ઓફ ઇન્‍ડીયાના મેનેજરને થયેલ સજાનો હુકમ રદ કરી અપીલમાં નિર્દોષ છૂટકારો ફરમાવતી સેસન્‍સ કોર્ટ

રાજકોટ,તા. ૨૩ : સને - ૨૦૧૭ ના અરશામા જસદણના જયુડી મેજી.એ બેંક ઓફ ઈન્‍ડીયાના મેનેજર લલીતકુમાર સર્વેશકુમાર કશ્‍યપ ને ૧ વર્ષની સજા અને દંડનો હુકમ કરતા જે તે સમયે ચર્ચાનો વિષય બની ગયેલ પ્રકરણ રાજકોટની સેસન્‍સ અદાલતમા અપીલના માધ્‍યમથી પડકારવામા આવતા અપીલ ચાલી જતા રાજકોટના એડી.સેસન્‍સ જજ બી.ડી. પટેલ નીચેની અદાલતનો સજાનો હુકમ રદ કરી આરોપી બેંક મેનેજર લલીત કશ્‍યપને નીદોર્ષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવામા આવેલ છે.
આ કેસની હકીકત જોઈએ તો ફરીયાદી અંજુબેન લલીતકુમાર કશ્‍યપ ધ્‍વારા તેના પતી લલીત કુમાર સર્વેશકુમાર કશ્‍યપ વિરૂધ્‍ધ જસદણ પોલીસમા એ મતલબની ફરીયાદ આપેલ કે ફરીયાદીને તેના પતીએ ઘરે ઢીકા પાટુનો માર મારી જેમફાવે તેમ ગાળો આપી અવારનવાર શારીરીક તેમજ માનસીક ત્રાસ આપતા ડોકટર પાસે સારવાર લેવી પડે જે સબંધે ગુનો દાખલ કરવામા આવતા તે કામે ચાજસીટ થતા જસદણની અદાલતમા કેસ ચાલી જતા આરોપી વીરૂધ્‍ધ કેસ પુરવાર માની ઈ.પી.કો કલમ - ૪૯૮ (ક) મા એક વર્ષ ની સજા તથા રૂમ.૫૦૦૦/- દંડ તેમજ કલમ - ૩૨૩મા ૧ માસની કેદ અને રૂમ.૫૦૦/- દંડ એ રીતે સજાનો હુકમ તથા ઈ.પી.કો. કલમ ૫૦૪ માં શંકાનો લાભ આપી છોડતો ફરમાવેલ હુકમ આરોપી દ્વારા રાજકોટની સેશન્‍સ અદાલતમાં અપીલના માધ્‍યમથી એડવોકેટ સુરેશ ફળદુ મારફત પડકારવામાં આવેલ.
બંને પક્ષેની રજુઆતો, રેકર્ડ ઉપર રજુ થયેલ તમામ પુરાવો, હકીકતો વંચાણે લેતા કરાવેલ કે,  જે કલમો હેઠળ સજા અને દંડ ફરમાવેલ તે કલમોના તત્‍વો જ ફલીત થતા ન હોય અને હાઈકોટના ચુકાદાનું અર્થઘટન જ ખોટુ થયેલ હોય ત્‍યારે આરોપીને નીચેની અદાલતે ફરમાવેલ સજા કાયમ રાખવી યોગ્‍ય ન હોવાનું મુનાસીફ માની જસદણની અદાલતનો સજાનો તથા શંકાનો ચુકાદો રદ કરી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ છે.
ઉપરોકત કામમા આરોપી / બેક મેનેજર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, ભાવીક ફેફર, કિશન માંડલીયા, મીહીર દાવડા રોકાયેલ હતા.

 

(3:26 pm IST)