Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

બનાવટી આર.સી.બુકના આધારે લોન લઇને ઠગાઇના કેસમાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૨૩: લાખોની લોન લઇ ઠગાઇ કરવાના ગુનામાં આરોપી વિપુલ રમણીકભાઇ રાખોલીયા હાલ રહે.સરથાણા જકાતનાકા પાસે સુરતવાળાએ ૨૦૨૧માં ડી.સી.બી. પો.સ્‍ટે રાજકોટ ખાતે પોતાના વિરૂધ્‍ધ નોંધાયેલ કલમ ૪૬૭,૪૭૧,૧૨૦ (બી) વિેગેરે મુજબના આક્ષેપીત ગુનાના કામે સેસન્‍સ કોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી રજુ કરતા કોર્ટે જામીન અરજી ફગાવી દીધેલ છે. જે કામમાં સરકાર તરફે મહેશ એસ.જોષી ઉપસ્‍થિત રહેલા.
ગુનાની ટુંક હકીકત એવી છે કે અરજદાર/આરોપીએ જાગીર જયકરભાઇ કારીયા સાથે ફ્રોડ કરેલો એ એવી રીતે કે અન્‍ય આરોપીઓ સાથે કાવતરૂ કરી અશોક લેલન કંપનીની બસની હયાતી ન હોવા છતા તેવા વાહનોના એન્‍જીન તથા ચેસીસ નંબર બનાવી અને આર.ટી.ઓ.ની બનાવટી આરસી બુકો બનાવી વિમા પોલીસી પણ ઉભી કરી અને એ ખોટા દસ્‍તાવેજો હોવાનુ જાણવા છતા ફરીયાદીની ફરજની બેઠકમાં રૂા.૪૫,૦૦,૦૦૦/ જેટલી મોટી રકમની લોન લેવા ઉપયોગ કરેલ અને કુલ રૂા.૫૩.૫ લાખથી વધુ ફરીયાદીની બેંક નહી ભરી છેતરપીંડી કરેલી. જે અંગે એચડીએફસી બેંકના સીનીયર મેનેજર તરીકે ડીપાર્ટમેન્‍ટમાં ફરજ બજાવતા, હાલના ફરીયાદીએ ફરીયાદ કરેલ.
આ કૌભાંડની તપાસમાં હાલના અરજદાર ઉપરાંત બીજા ૫ લોકોને અટક કરવામાં આવેલ છે અને અરૂણાચલ પ્રદેશ સુધી આ કૌભાંડની તપાસ થયેલ છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયા હોવાનુ બહાર આવેલ છે.
સરકાર પક્ષે દલીલ થયેલ કે અરજદાર આરોપી સામે સુરતમાં આ પ્રકારનો ગુનો નોંધાયેલ છે. પ્‍લાનિંગ સાથે, ઇરાદા સાથે ગુનો, આચરવા માટે મોડેસ ઓપરેંડીને જોતા ગુનાની ગંભીરતા બહાર આવે છે. આરોપી આવા આર્થિક ગુનાઓ આચરવા પોતાની ફળદ્રુપ બુધ્‍ધિનો દુરઉપયોગ કરે છે અને આવા ગુનાનો દેશના અર્થતંત્ર પર અસર થાય છે. આ બાબતે પોલીસે વિગતવારનો સોંગદનામુ ફાઇલ કરેલ છે. જેમાં આરોપીએ ભજવેલ રોલને બતાવવામાં આવેલ છે. આમ આરોપીની સંડોવણી દેખાય આવે છે. જેથી આરોપીની જામીન અરજી રદ કરવી જોઇએ.
બંને પક્ષકારોની દલીલોને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી એ.વી.હીરપરા સાહેબે જામીન અરજી રદ કરેલ છે. જેમાં એપીપી શ્રી મહેશ એસ.જોષીએ દલીલો કરેલી.

 

(3:27 pm IST)