Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા યોજાયેલ પ્રતિભા સમારોહમાં BSNL ૪-જી સીમકાર્ડ મફત અપાશે

ર૪૯ નો ટોક ટાઇમ-ર જીબી ડેટા-૧૦૦ SMS -બધુ વિના મૂલ્‍યે વિદ્યાર્થીઓને મળશે.

રાજકોટ તા. ર૩: લોહાણા યુવક પ્રગતિ મંડળ-રાજકોટ દ્વારા તા. ર૪-૭ રવિવારે સવારે ૯-૩૦ કલાકે ધો. ૧૦ તથા ધો. ૧ર ના તેજસ્‍વી તારલાઓનો-૬૧મો પ્રતિભા સન્‍માન સમારોહ યોજવામાં આવેલ છે તે અંતર્ગત  BSNL ફ્રેન્‍ચાઇઝી દ્વારા-સમારોહમાં ઉપસ્‍થિત રહેનાર તમામ વિદ્યાર્થી ભાઇઓ બહેનોને - BSNLનું ૪જી સીકાર્ડ રૂા. ર૪૯ નો ટોકટાઇમ-૪પ દિવસ માટે દરરોજનું રજીબી ડેટા ૧૦૦-એસએમએસ તદન ફ્રી વિનામુલ્‍યે આપવામાં આવશે.
તમામ વિદ્યાર્થી ભાઇઓ બ્‍હેનોએ પોતાનું ઓરીજનલ આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે.  ગ્‍લ્‍ફન્‍ ૪જી-સીમકાર્ડ-ઓન લાઇન-એકટીવ કરવામાં આવશે સાથે વેરીફીકેશન કરી એડ કોલ સીમકાર્ડ માંથી ફરજીયાત કરવાનો રહેશે જેથી તમામ-સુવિધા-૪પ દિવસ માટે વિના મુલ્‍યે મળશે તમામ વિદ્યાર્થીઓએ તા. ર૪ રવિવાર સવારે ૯-૩૦ કલાકે ઓરીજનલ આધારકાર્ડ સાથે અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી બાગ ખાતે ઉપસ્‍થિત રહેવું.

 

(3:29 pm IST)