Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

શહેરમાં ગઇકાલે કોરોનાના ૨૫ કેસ નોંધાયા

કુલ કેસનો આંક ૬૪,૨૩૦એ પહોંચ્‍યો : હાલ ૧૭૦ દર્દીઓ સારવારમાં : ગઇકાલે ૩૦ દર્દીઓ સાજા થયા

રાજકોટ તા. ૨૩ : સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. શહેરમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે ૨૫ જયારે ૩૦ દર્દી સાજા થયા હતા. હાલ ૧૭૦ દર્દીઓ સારવાર હેઠળ છે.
આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૨૩૦ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૫૬૧ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૩૪૪ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૨૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૩૫ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૮૪,૫૧૩ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪,૨૩૦ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૫ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૩૦ દર્દીઓને રજા આપી હતી.

 

(3:31 pm IST)