Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર ભાસ્‍કર ઉર્ફે ભાખો એસઓજીએ પકડયો

રાજકોટ તા. ર૩ :.. શહેરના ભકિતનગર અને ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર શખ્‍સને એસઓજીએ પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના ભકિતનગર અને ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં ચાર વર્ષથી નાસતો ફરતો શખ્‍સ રાજકોટમાં આવ્‍યો હોવાની એસઓજીના એ. એસ. આઇ. રવીભાઇ, હેડ કોન્‍સ. અજયભાઇને બાતમી મળતા જલજીત હોલની પાછળ ગાયત્રીનગર શેરી નં. ૩-પ માં રહેતો ભાસ્‍કર ઉર્ફે ભાખો નરેશભાઇ વૈઠા (ઉ.વ.૩ર) ને પકડી લીધો હતો. ભાસ્‍કર અગાઉ બે વખત પાસામાં પણ જઇ ચૂકયો છે. આ કામગીરી પીઆઇ. જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી. બી. ખેર, એ.એસ.આઇ. ભાનુભાઇ, સુભાષભાઇ, રવીભાઇ તથા અજયભાઇ દ્વારા કરવામાં આવી હતી.

 

(4:08 pm IST)