Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પંચાયત ચોક પાસેથી સંજય ચોરાઉ બાઇક સાથે પકડાયો

યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધો

રાજકોટ તા.ર૩ : યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસેથી યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પંચાયત ચોક પાસે એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના કોન્‍સ દિવ્‍યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ અને વનરાજસિંહને બાતમી મળતા પંચાયત ચોક પાસેથી દોઢસો ફુટ રોડ પર મોચીનગર-રમાં રહેતો સંજય સલુભાઇ પરમાર (ઉ.રર) ને જીજે.૩ એલ એલ.ર૬૪૦ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. આ કામગીરી પી. આઇ. એ. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી. એસ.આઇ. એ.બી.જાડેજા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

(4:12 pm IST)