Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પેડક રોડ પર બગીચા પાસે જુગાર રમતા ચાર શખ્‍સો પકડાયા

બી-ડીવીઝન પોલીસનો દરોડો : રૂા. ૪ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ, તા. ર૩ :  પેડક રોડ પર બગીચા પાસે બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ પેડક રોડ પર શ્રી શ્‍યામજી કૃષ્‍ણવર્મા બગીચા પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ એમ. એમ. મલેક તથા કોન્‍સ. નિલેશભાઇ વાવેચા સહિતે દરોડો પાડી બગીચા પાસે તીનપતિનો જુગાર રમતા મોરબી રોડ રાજલ સોસાયટીના મનસુખ બાબુભાઇ મોલીયા, જયજવાન જયકિશાન સોસાયટીના મયુર જેન્‍તીભાઇ સોલંકી, મોરબીના ભાવેશ ગોરધનભાઇ સાણજા અને સંતકબીર રોડ ભગીરથ સોસાયટીના રાજેશ સામતભાઇ મેણીયાને પકડી લઇ રૂા. ૪૦૬૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

 

(4:12 pm IST)