Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રાજકોટમાં ગોંડલ ચોકડી માલધારી ફાટક પાસે રોજ અપડાઉન કરતા કારખાનેદારો, વાહન ચાલકોએ અતિ ભયંકર રીતે ખરાબ બનેલા રસ્તાઓ સામે પ્રચંડ રોષ ઠાલવ્યો: નીંભર તંત્ર : શાસકો માટે આગમના એંધાણ

રાજકોટમાં ગોંડલ ચોકડી માલધારી  ફાટક પાસે રોજ અપડાઉન કરતા કારખાનેદારો, વાહન ચાલકોએ  અતિ ભયંકર રીતે ખરાબ બનેલા રસ્તાઓ સામે પ્રચંડ રોષ ઠાલવ્યો છે,સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર જાણ કરવા છતા કોર્પોરેટરોએ જવાબ દેવાનું બંધ કર્યું હોય અને . મોબાઈલ સ્વીચ ઓફ કર્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ ભભૂક્યો છે,. ડેઇલી મુસાફરી કરવા વાળાઓમાં નારાજગીનો દાવાનળ ફાટી નીકળ્યો હહે  છેલ્લા એક વરસથી રાહદારીઓ કાબર ચિતરા બની ગયેલા રસ્તાઓનો ત્રાસ સહન કરે છે. બિસ્માર રસ્તાના હિસાબે અનેકવાર અકસ્માત સર્જાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ દોડી આવ્યા હતા તેવું ચર્ચાય છે. અંતે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. હતો

 

(11:36 pm IST)