Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રાત્રે રાજકોટના વિરાણી અઘાટમાં કેયુર પટેલ પર ફાયરીંગ : બે શખ્શોએ કર્યો ગોળીબાર: ક્રાઇમ બ્રાન્ચે બંન્ને દબોચી લીધા

ભક્તિનગર પોલીસ ,એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડ્યો : ચિરાગ બોકીયા અને રાહીલ ગજેરાને દબોચી લીધા : પૂછપરછ શરૂ

રાજકોટ : શહેરના બોલબાલા માર્ગના છેડે વિરાણી અઘાટ પાસે ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે વિરાણી અઘાટ પાસે બે શખ્શોએ કેયુર રસિકભાઈ પટેલ નામના શખ્શ પર ફાયરિંગ કરી ફરાર થયા હતા ફાયરિંગની ઘટનામાં કેયુર ઈજાગ્રસ્ત થતા તેને મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો,

ફાયરિંગની ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ  ,એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડી ગયો હતો તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ બોકીયા અને રાહીલ ગજેરાને દબોચી લીધા છે હાલમાં બંનેની  પૂછપરછ શરૂ કરાઈ છે

 

(12:15 am IST)