Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કુટણખાનુ ચલાવવાના ગુનામાં સામેલ નયના પાસામાં ધકેલાઇ

કુવાડવા રોડ પોલીસે વોરંટની બજવણી કરી મહિલાને વડોદરા જેલમાં ધકેલી દીધી

રાજકોટ તા. ૨૩ : કુવાડવા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર કુટણખાનુ ચલાવવાના ગુનામાં સામેલ મહિલાને પાસામાં ધકેલી દીધી છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર કુટણખાનુ ચલાવવાના ગુનામાં સામેલ નયના રાજેશભાઇ દુમાદીયા (ઉ.૩૫) (રહે. નવાગામ (આણંદપર) દેવનગર ઢોરા પાસે)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ આર.વાય.રાવલ તથા હેડ કોન્સ. રાજુભાઇ દહેકવાલે દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એન.એન.ચુડાસમા તથા પી.એસ.આઇ. પી.જી.રોહડીયા, એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ. હિતેશભાઇ ગઢવી, અરવિંદભાઇ સહિતે નયના રાજેશભાઇ દુમાદીયાની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધી હતી.

(3:34 pm IST)