Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯ ન્યાયયાત્રા અંતર્ગત સામાકાંઠા વિસ્તાર વોર્ડ નં. ૫ અને ૬માં સંવાદ કાર્યક્રમ

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા ની સુચના મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ન્યાયયાત્રા અંતર્ગત સામાકાંઠે વોર્ડ નં. ૫ માં પેડક રોડ, ખાદી ગ્રામઉદ્યોગ ભવન કોમ્યુનીટી હોલ, પેડક ચોક,  ખાતે અને ૬ માં વિશ્વેશ્વર મહાદેવ નું મંદિર, ૨-સદગુરુ સોસાયટી, શેરી નં.૦૧ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ચોટીલાના ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.તે વખતની તસ્વીરો. આ સંવાદ કાર્યક્રમમાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણાએ જણાવેલ છે કે કોરોના મહામારીમાં રાજયના નાગરિકોને ન્યાય મળે તે માટે કોવીડ-૧૯ 'ન્યાયયાત્રા' તા.૧૬મી ઓગસ્ટ થી કોંગ્રેસ પક્ષે શરુ કરી હતી. કોવીડ-૧૯  'ન્યાયયાત્રા' માં ૨ અઠવાડિયાના સમયગાળામાં જ ૨૨૦૦૦ કરતા વધુ પરિવારોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માંગ છે તે અંગે જે પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તે માંગ સરકાર સમક્ષ રજુ કરવા માટે ૪ ઝોન માંથી  ૩૧,૮૫૦ કરતા વધુ ફોર્મ મૃતકના પરિવારજનોએ ભરાઈ ને આપ્યા છે એનો અર્થ ગુજરાત માં સરકાર ના ૧૦,૦૮૧ સતાવાર કોરોના દર્દીઓના  મૃત્યુઓના આંકડા છે તેના કરતા ત્રણ ગણા થી વધુ મોતની માહિતી માત્ર ૪ અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષની કોવીડ-૧૯ ન્યાય યાત્રા માં સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોન માં ૧૧૨૦૮ ઉતર ઝોન માં ૮૦૪૫, મધ્ય ઝોન માં ૫૧૩૬, દક્ષિણ ઝોન માં ૭૪૬૧ એમ ટોટલ ૩૧૮૫૦ પરિવારજનોએ ફોર્મ ભરી ને આપેલા છે. આ સંવાદ કાર્યક્રમમાં ચોટીલા ના ધારાસભ્ય ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, મનપા ના વિરોધ પક્ષ ના નેતા ભાનુબેન સોરાણી, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઇ મકવાણા, દિપ્તીબેન સોલંકી, અશોકસિંહ વાદ્યેલા, પ્રવીણભાઈ સોરાણી, પૂર્વ ડેપ્યુટી મેયર મોહનભાઇ સોજીત્રા, ગોવિંદભાઇ સભાયા, તુષારભાઈ નંદાણી, અરવિંદભાઈ ભેસાણીયા, જીતેન્દ્રભાઈ રૈયાણી, અનિશભાઇ હિરાણી, હિતેશભાઈ બોરીચા, નીતીનભાઈ વ્યાસ,  જયદેવભાઈ આહીર, વનરાજભાઈ સોનારા, ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી, રાજેશભાઈ કિયાડા, પ્રવીણભાઈ સોનારા, રમેશભાઈ સોજીત્રા, શૈલેશભાઈ સાકરિયા, ગોવાભાઈ રબારી, બીપીનભાઈ સોજીત્રા, કાન્તીભાઈ ઢોલરીયા, ખોડીદાસ, હરેશભાઈ સાવલિયા, ગૌતમ મોરવાડિયા  તેમજ વોર્ડ ના આગેવાનો કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા ની યાદીમાં જણાવાયું છે.

(3:54 pm IST)