Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જાણીતા લેખક પૂર્વ કુલપતિ ડો. વિદ્યુત જોષીનુ કાલે શનિવારે વ્‍યાખ્‍યાન

કાકાસાહેબ કાલેલકર વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત

રાજકોટઃ ગુજરાતી સાહિત્‍ય પરિષદ-અમદાવાદ અને દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ-ઢોલરા પ્રેરિત સાહિત્‍યીક પ્રવૃતિ કરતી સંસ્‍થા સાહિત્‍ય સેતુ રાજકોટના સંયુકત ઉપક્રમે કાકાસાહેબ કાલેલકર વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત જાણીતા કટાર લેખક, વકતા અને ભાવનગર યુનિવર્સિટીના  પૂર્વ કુલપતિ ડો. વિદ્યુત જોષીનુ સાહિત્‍યનો સામાજીક સંદર્ભ વિષે વ્‍યાખ્‍યાન તા. ૨૪ શનિવારે સાંજે ૪.૩૦ વાગે સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ કાલાવડ રોડમાં રાખવામાં આવેલ છે.

આ સાહિત્‍યક કાર્યક્રમમાં કુલછાબ ના તંત્રી કૌશિકભાઇ મહેતા, જાણીતા કવિ સંજુ વાળા, યુવા કેળવણીકાર ડો. નિદનભાઇ બારોટ, ધમેન્‍દ્રસિંહજી કોલેજના પ્રધ્‍યાપક ડો. જીજ્ઞેશભાઇ ઉપાધ્‍યાય, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પૂર્વ સીન્‍ડીકેટ  મેમ્‍બર ડો. હરદેવસિંહ જાડેજા, મોઢવણિક સમાજના સાહિત્‍યપ્રેમી યુવા અગ્રણી હરેનભાઇ મહેતા, જાણીતા ઉદ્યોગપતિ ગીરીશભાઇ કડવાણી વિશેષ ઉપસ્‍થિત રહેશે. સાહિત્‍યપ્રેમીઓને નિમંત્રણ અપાયુ છે. આયોજનની સફળતા માટે મુકેશભાઇ દોશી, ધ્‍વનિમ પારેખ, અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, પ્રકાશ હાથી, સુધીર દતા, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઇ શાહ, પંકજ રૂપારેલીયા વગેરે કાર્યરત છે.

(3:22 pm IST)