Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

નિઃશુલ્‍ક ગરબા વિતરણ

 મવડી ચોકડી સંજીવની હોસ્‍પીટલ પાસે નવરાત્રીના પવિત્ર પર્વ પૂર્વે વિનામુલ્‍યે ગરબાનું વિતરણ તેમજ જરૂરીયાત મંદોને નાસ્‍તાનું વિતરણ ગીતા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરાયું હતું. લોકમેળા ફેઇમ કલાકાર, ન્‍યુઝ તંત્રી, લોક સાહિત્‍યકાર, હાસ્‍ય, મીમીક્રી આર્ટીસ્‍ટ તુલસીદાસ ગોંડલીયાએ આદ્યશકિતના ગુણ ગાયેલ તેમજ મનોરંજન વિનામુલ્‍યે આપી ગરબા વિતરણ કર્યું હતું. શનિવાર-રવિવાર સવારના ૮ થી ૧૦ વાગે વયોવૃધ્‍ધોને ફકત રૂા. પ/-માં ગરમ ગાઠીયાનો નાસ્‍તો આપવામાં આવે છે. બાળકોને બટુક ભોજન, પશુ-પંખીની સેવા, ઘાસચારો તેમજ ચણની સેવા કરવામાં આવે છે. માનવ સેવા જીવદયાનાં ગીતા ચેરીટેબલ ટ્રસ્‍ટ સુત્ર સાકાર કરે છે. આ સદ્દકાર્યને સફળ બનાવવા ટ્રસ્‍ટના પ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, પાંચોટીયા માનસી, વરમોરા માનસી, હિરાણી હિમાની, પટેલ ક્રીના, પંચોલી નિકુંજ, પીપળીયા પીનલ વગેરે ભગીરથ કાર્યના ભાગીદાર બને છે.

(3:24 pm IST)