Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

‘‘બાનુ ઘર''વૃધ્‍ધાશ્રમમાં નવરાત્રી ઉત્‍સવની અનોખી રીતે ઉજવણી કરાશે

રાજકોટ,તા.૨૩: આધ્‍યશકિત નવરાત્રી ઉત્‍સવની ઉજવણી ‘‘બા''નું ઘર વૃધ્‍ધાશ્રમ ખાતે અનોખી સેવાકીય કાર્ય થકી ત્‍યા રહેતા માતા-દિકરીઓના મુખ પર સ્‍મિત લાવી પ્રસન્‍તાનું કારણ બની તેઓને આનંદની અનુભૂતિ કરાવવા અને આ અશકત નિરાધાર માતાઓને જરૂરી વસ્‍તુઓ પ્રસાદરૂપે આપી ખરેખર જે માતાઓને જીવન જીવવા માટે જરૂરીયાત છે તે આપી વાત્‍સવમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે.

સંસ્‍થાના ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા મુકેશભાઇ મેરજાએ જણાવેલ કે આ વખતની નવરાત્રી કોઇ પણ જાતના ખોટાખર્ચ કર્યા વગર ‘‘બા''નું ઘર વૃધ્‍ધાશ્રમ,રૂડા-૨, સોસાયટી શેરી નં-૧, પ્‍લોટ નં-૬૧, બાપાસીતારામની મઢુલી સામેની શેરી રાજકોટ ખાતે ત્‍યા રહેતા શકિતસ્‍વરૂપા નિરાધાર માતાઓ સાથે સમયગાળી જરૂરી વસ્‍તુઓ આપી ખરા અર્થમાં આ માતૃશકિત પર્વની ઉજવણી કરવામા આવશે.

(3:26 pm IST)