Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

રાજકોટ જિલ્લામાં સહાય માટે ૧.૭૦ લાખ ખેડૂતોની અરજીઃ રૂ. ૧ કરોડનું ચૂકવણુ

રાજકોટ તા. રર : રાજય સરકારે વધુ પડતા વરસાદથી ખેતીને થયેલ નુકશાનીના વળતર માટે રૂ. ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. રાજયમાં ગઇકાલ સુધીમાં ૧પ લાખથી વધુ ખેડૂતો નોંધાયા છે. જેમાંથી ૩ાા લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. પ થી ર૦ હજાર જમા થઇ ગયા છે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં બુધવાર સાંજ સુધીમાં ૧.૭૦ લાખ જેટલા ખેડૂતો નોંધાયા છે. હજુ ઓનલાઇન નોંધણી ચાલુ છે. ખેડૂતની અરજી આવ્યા પછી વી. સી., ગ્રામ સેવક,  તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારી કક્ષાએ તબકકાવાર ચકાસણી થાય છે. ત્યાર પછી પબ્લીક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ  થાય છે. ત્યાર પછી પબ્લીક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ખેડૂતના ખાતામાં સહાય જમા કરવાની પ્રક્રિયા થાય છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ખેતીવાડી અધિકારી કક્ષાએ ૩૬ હજાર જેટલી અરજીઓ મંજૂર થઇ ગઇ છે. જેમાંથી ૧૦૮૬૩ ખેડૂતોને રૂ. ૧ કરોડ જેટલી રકમ ચૂકવાઇ ગઇ છે. બાકીની અરજીની ચકાસણી અને ચૂકવણાની પ્રક્રિયા ચાલુ છે. 

(3:08 pm IST)