Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

રવિવારે દશેરા : શસ્ત્ર પૂજનના શુભમુહૂર્ત

રાજકોટ, તા. ર૩ : રપને રવિવારના રોજ દશેરા મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસેમાં દૂર્ગાની પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવે છે. આ દિવસ વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે દશેરાના પાવન પર્વે ક્ષત્રિયો શસ્ત્રપૂજન કરે છે જુનાગઢ જિલ્લાના વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયના જયોતિષી દિનેશકુમાર એ. ભટ્ટ દશેરા તેમજ શરદપૂનમના શુભ મુહૂર્તો નીચે પ્રમાણે આપ્યા છે.

દશેરા (વિજયા દશમી)

સવંત ૨૦૭૬આસો સુદી નોમ રવિવાર તા. ૨૫-૧૦-૨૦૨૦ ના રોજ દશેરા (વિજયા દશમી) મનાવવામાં આવશે. વેપારી વર્ગ દેવમંદીર તેમજ ક્ષત્રિયોએ આ દિવસે શસ્ત્રપુજન કરવું. દશેરા (વિજયા દશમી) ના ચોપડા ખરીદવા તેમજ ઓર્ડર આપવાના શુભ મુહુર્તો સવારે ૮ .૧૫ કલાકથી બપોરે ૧૨.૩૦ મીનીટ સુધી ચલ, લાભ તેમજ ચોદ્યડીયા તેમજ બપોરે ૧.૫૫ મીનીટથી બપોરે ૩.૨૦ મીનીટ સુધી શુભ ચોદ્યડીયું તેમજ સાંજે સૂર્યાસ્ત પછી ૬.૧૨ મીનીટથી રાત્રે ૧૦.૫૭ મીનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોદ્યડીયા

શરદપુનમ

સવંત ૨૦૭૬ આસો સુદી પુનમ શનિવાર તા. ૩૧-૧૦-૨૦૨૦ ના રોજ શરદપુનમ મનાવવામાં આવશે. ચોપડા ખરીદવા તેમજ ઓર્ડર આપવાના શુભ મુહુર્તો સવારે ૮.૧૭ મીનીટથી ૯.૪૧ મીનીટ સુધી શુભ ચોદ્યડીયું, તેમજ બપોરે ૧૨.૨૯ મીનીટથી બપોરના ૪.૪૧ મીનીટ સુધી ચલ, લાભ, તેમજ અમૃત ચોદ્યડીયા તેમજ સૂર્યાસ્ત પછી સાંજે ૬.૦૯ મીનીટથી સાંજે ૭.૪૫ મીનીટ સુધી લાભ ચોદ્યડીયું.

(3:16 pm IST)