Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

'પોલીસ ફલેટ ડે' અંતર્ગત શહિદ જવાન ભરતભાઇ નેચડાને શ્રધ્ધાંજલી અપાઇ

રાજકોટ : પોલીસ ફલેગ-ડે ની ઉજવણીના ભાગરૂપે શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઇ અશ્વીનભાઇ નેચડા (ગઢવી) જે ર૦૧૬માં કોઠારીયા મેઇન રોડ પર અસામાજીક તત્વો સાથે થયેલા સંઘર્ષમાં વિરગતિ પામ્યા  હતા. જે અનુસંધાને વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી તેની યાદમાં વિરાણી હાઇસ્કુલ ખાતે સ્મારક બનાવવામાં આવ્યું હતું. આજે તે શહિદ જવાનને પુષ્પાંજલી તથા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવેલ આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર જોઇન્ટ પોલીસ કમિશ્નર, ઝોન-૧ અને ઝોન-ર ના ડીસીપી એસીપી એસ.આર. ટંડેલ, એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સી.જી.જોષી, પોલીસ હેડ કવાર્ટરના પીઆઇ એમ.એ. કોટડીયા, પી.એસ.આઇ. એમ.એન. બોરીસાગર સ્ટાફ સાથે તેમજ વિરાણી સ્કુલના આચાર્ય ડોડીયા સ્ટાફ સાથે ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

(3:19 pm IST)