Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મ.ન.પા. વર્ષો પછી જમીનો વેચશે

દિવાળી પછી ખૂલ્લા પ્લોટોની ઓનલાઇન હરરાજી

જી.એન.એફ.સી. સંસ્થાના માધ્યમથી ઇ-ઓકશન થશેઃ સમગ્ર દેશમાંથી જમીનો માટે ઓફર આવશેઃ તંત્રને કરોડોની આવક થશેઃ મોટા ભાગની જમીન નવા રાજકોટમાંથી વેચાશેઃ જમીનનાં ભાવો પણ વધુ મળશે અને પારદર્શીતા જળવાશેઃ ઉદીત અગ્રવાલનો ઐતિહાસિક નિર્ણય

રાજકોટ, તા., ૨૩: મહાનગર પાલીકા દ્વારા છેલ્લા ઘણા વર્ષો પછી જમીનોની હરરાજીથી વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે એટલુ જ નહી આ વખતે પરંપરાગત ઢબે જમીનનાં સ્થળ પર બેસીને હરરાજી કરવાને બદલે ઓન લાઇન હરરાજી એટલે કે 'ઇ-ઓકશન' કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની ટી.પી. સ્કીમોમાં કોમર્શીયલ  વેચાણ હેતુનાં મ.ન.પા.ની માલીકાના ખુલ્લા પ્લોટોનું દિવાળી પછી જાહેર હરરાજીથી વેચાણ થશે.

કેમ કે આવા પ્લોટો વધુ સમય સુધી ખુલ્લા રહેવાથી  તેમા ગેરકાયદે દબાણો થઇ જાય છે. આથી બને તેટલુ વહેલુ આ જમીનોનું વેચાણ કરવું જરૂરી છે.  આથી દિવાળી પછી હરરાજી કરવામાં આવશે.

કમિશ્નરશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે આ વખતે મ.ન.પા.ના કોરોના કાળને કારણે  ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જમીનોની હરરાજી ઓન લાઇન એટલે કે ઇ-ઓકશન પધ્ધતીથી થશે.

આ માટે જી.એન.એફ.સી.નાં માધ્યમથી શહેરમાં આવેલા ખુલ્લા પ્લોટોની ઓનલાઇન હરરાજીની ગોઠવણી થઇ રહી છે.

શ્રી અગ્રવાલે જણાવયુ઼ં હતુ કે શહેરના ન્યુુ. રાજકોટમાં કંપની જમીનના પ્લોટો હરરાજીમાં મુકવામાં આવશે.

 આ માટે જમીનની પ્રતિ ચો.મી.ની અપસેટ કિંમત નક્કી કરી તેના ઉપર હરરાજી  શરૂ કરાશે. જેમાં ઓછામાં ઓછા પ્રતિ ચો.મી.એ ૧૦૦૦થી વધુ  બોલી લગાવીને હરરાજી પડશે. ૩ મીનીટ સુધી આ ંવધુ બોલી માન્ય  રહેશે. એ દરમિયાન જો કોઇ તેમાંથી  વધુ બોલી લગાવશે તો સમય આગળ વધશે આ પ્રમાણે આખો દિવસ સુધી પણ હરરાજી ચાલી શકશે. એટલું જ નહી ઓન લાઇન હરરાજી હોવાથી સમગ્ર દેશમાંથી જમીનના ગ્રાહકો આ હરરાજીમાં ભાગ લઇ શકશે જેમાં કારણે હરીફાઇ વધશે અને તંત્રને જમીનની વધુ કિંમત પણ મળશે. સાથોસાથ પારદર્શીતા રહેશે. કેમ કે આ હરરાજીમાં ખરીદ નારાઓની સિન્ડીકેટ થવી લગભગ અશકય છે. આમ હવે મ.ન.પા. દ્વારા વર્ષો પછી જમીનોની હરરાજી થનાર હોઇ તંત્રને કરોડોની આવક થશે તેવી આશા મ્યુ. કમિશ્નરશ્રીએ વ્યકત કરી હતી.

(3:55 pm IST)