Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નોરતુ-૭: સાત માટીના ગરબા- ૭, તાલી-૭ ,ઘંટ-૭, ચપટી-૭

ઓલી કુંભારીની નાર તું તો સૂતી હોય તો જાગ, માને ગરબે રે રૂડા જાળિયા મેલાવ

રાજકોટઃ પ્રથમ નોરતાથી ગરબી, આરતી થાળ, માતાજીના જાગ, માતાજીના મ્હોરા, માતાજીના ફુલ માંડવડી, મંદિર માંડવડી, આગ ચીરમીથી ર્માં જય આદ્યાશકિતની આરાધના આરતી ગરબો સૌરાષ્ટ્ર ગુજરાતના ઘેર- ઘેર પહોંચાડી ગરબાપ્રેમીઓને અકિલા- કંકણ ઈન્ટરનેશનલ ગરબા ગ્રુપ રાજકોટ- ગુજરાત- ભારતે ગમતાનો ગુલાલ ર્માંના મંદિરે ઉછરંગ દીધો છે.

નોરતુ ૭: સાત માટીના ગરબાઃ ૭ તાલીઃ ૭ ઘંટઃ ૭ ચપટી

સપ્તમી સપ્ત પાતાલ સંધ્યા સાવિત્રી ર્માં સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા.... ૐ જય ૐ જય ૐ ર્માં જગદંબે

પૂણ્ય નવરાત્રી ઉત્સવના સાતમા નોરતે ર્માં જગદંબાના ગરવા ગરબાનું દિપ પ્રાગટય શ્રી મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન લાભુભાઈ ત્રિવેદીના વરદહસ્તે કરવામાં આવેલ. આજના સપ્તમ નોરતે કંકણની ૭ જગદંબાઓ ઘંટારવ, ૭ જગદંબાઓએ માથા પર ૭ ગરબા (સપ્તરંગી ૭ છિદ્રોવાળા ગરબા) ૭- ૭ તાલી, ૭-૭ ચપટી અને ૭ ચકકરથી રમતો ર્માં આદ્યશકિત આરાધના ગરતો ર્માંનો ગરબો રે રમે રાજને દરબાર રૂમઝુમ ગુંજતો કર્યો છે.

નોરતું: ૭ ર્માં દુર્ગાનું ૭મંુ સ્વરૂપ ર્માં કાલરાત્રી

ર્માં દુર્ગાના નવરાત્રી સ્વરૂપોમાં પ્રથમ નોરતુ ર્માં શૈલપુત્રી દ્વતિય ર્માં બ્રહમચારિથી તૃતિય ચંદ્રઘંટામાં ચતુર્થ કુષ્માન્ડા ર્માં, પંચમે સ્કન્ધમાતા, ષષ્ટમે ર્માં કાત્યાયની અને આજે સાતમા નોરતે ર્માં કાલરાત્રી બિરાજમાન છે. ર્માં કાલરાત્રી કાળા વસ્ત્રોમાં ભયાનક રૌદ્ર સ્વરૂપે દૈદિપ્યમાન છે. ર્માંનો પ્રિય રંગ લાલ છે. મંત્રોમાં ''ર્માં કાલરાત્રરીદેવી માટે'' ''ૐ  હે હ્રીં કલીં ચામુન્ડાયે વિચ્ચૈ ૐ કાલરાત્રી દૈવ્યે નમઃ'' ર્માં દુર્ગાની સાતમી શકિત વર્ણે કાળા છે, જાણે કે સ્વયં અંધકાર તેમની સ્વરૂપ ડરામણુ- બિહામણુ છે. ખૂલ્લા વિખરાયેલા કેશલા ક્રોધિત આંખો, ગળામાં વિજળીક ચમકતી માળા રાક્ષસોમાં કપાટે માથા ધારણ કરેલ કાળા વસ્ત્રોમાં સજજ ર્માં કાલરાત્રી તેમ ત્રિનેત્રી કાલરાત્રી ર્માં તરીકે પણ ઓળખાય છે. તેમનું વાહન ગર્દભ છે. તે ભકતોને નિડરતા અને નિર્ભયતાનું વરદાન આપનાર માતા છે. ર્માં કાલરાત્રીના જમણા હાથમા ઉપરની તરફ લોહનો કાંટો અને નીચેના હાથમા ખડગ છે. તેમનું સ્વરૂપ ભલે વિકરાળ હોય પરંતુ ર્માં સદૈવ શુભફળ આપનાર માતાજી છેે. તેથી તેમને શુભંકરી માતા તરીકે ઓળખવામાં આવે છે. અસૂરી શકિતઓ માતા કાલરાત્રીના નામ આચરણથી ભયભીત થઈને દૂર ભાગે છે. દાનવ, દૈત્ય, રાક્ષસ અને ભૂત- પ્રેતનો ડર ર્માં કાલરાત્રીના સ્મરણ માત્રથી દૂર થઈ જાય છે. તેવું શાસ્ત્રો કહે છે ર્માં એ રકતબિજ રાક્ષસનો વધુ કરેલો જેને વરદાન હતું કે તેનું લોહીનું એક ટીપું ધરતી પર પડે તો નવો રકતબીજ રાક્ષસ જન્મ લે- ર્માં કાલરાત્રીએ તેની ગરદન કાપી ખપ્પરમા મુકયુ રકત ધરતી પર પડવા ન દીધું અને રકતબીજનું તમામ રકત પી ગયા તેવી વાત શાસ્ત્રોમાં જોવા મળે છે.

ર્માં આદ્યશકિત જગદંબાની આરાધના આરતીનો લાભ દરરોજઅસંખ્ય અકિલાના વાંચકો, દર્શકો, શ્રોતાઓ અને અન્ય આરાધકો લઈ રહ્યા છે.

ઉપરોકતન તસ્વીરમાં દિપપ્રાગટય કરતાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી તેમજ અન્ય તસ્વીરોમાં કાવ્યા જાની કેસરીયો, લીલો, પીળો, જાંબલી, રાતો, રાણી, ગુલાબી, સપ્તરંગી ગરબાઓ લઈ નમન કરી આરાધના કરતા પ્રેક્ષા પાઠક, ખ્યાલ કિકાણી, પ્રિશા વસાવડા, એકતા ટાંક, રોશની બથવાર, નિકિતા ગણાત્રા અને દિપાલી વાડોલીયા નજરે પડે છે.

(4:01 pm IST)