Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રાજકોટ જીલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી તરીકે દીપ ભંડેરી

અભિનંદન પાઠવતા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર અને શહેર વોર્ડ નં. ૧૧ કેતનભાઇ તાળા સહિત કોંગ્રેસ આગેવાનો

રાજકોટ તા. ર૩ : ગઇ કાલે જ સંપન્ન થયેલી ગુજરાત યુવક કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયાના પરીણામો જાહેર થયા હતા જેમાં સમગ્ર રાજયમાંથી અનેક યુવાનો કોંગ્રેસ પક્ષના સભ્ય બની પક્ષની આંતરીક લોકશાહી વ્યવસ્થા મુજબ ચુંટણી લડી હતી જેમાં રાજકોટ જીલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી તરીકે રાજકોટ વોર્ડ ૧૧માં રહેતા દીપ ભંડેરીએ  ભવ્ય જીત મેળવી છે

કોંગ્રેસના યુવાનેતા તરીકેની કારકિદિની શરૂઆત કરી છે ત્યારે તેની આ જીતને પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર સહિત રાજકોટ કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી કેતનભાઇ તાળા કોંગ્રેસ પ્રમુખ વોર્ડ નં.૧૧ ઉપપ્રમુખ પ્રકાશ વજેપરા વોર્ડ નં.૧૧ ઓબીસીના પ્રમુખ અશ્વિનભાઇ ભટ્ટી ઉપપ્રમુખ નિરૂભાઇ સબાડ, કોંગ્રેસ આગેવાન મથુરભાઇ માલવી, કોંગ્રેસ સોશિયલ મિડીયાના પ્રિત પટેલ, પુજન પટેલ તેમજ મહામંત્રી રાજુભાઇ ગરચર સહિત વોર્ડના આગેવાન કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસ કમીટી દ્વારા દીપ ભંડેરીને જીત બદલ અને ઉજવળ કારકિર્દિ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

(4:11 pm IST)