Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જરૂરી દસ્‍તાવેજોનું લેમીનેશન ખોલવા જય એન્‍ટરપ્રાઇઝ દ્વારા ખાસ ટેકનીક વિકસાવાય

રાજકોટ તા. ૨૩  : રોજીંદા ઉપયોગમાં લેવાતા જરૂરી દસ્‍તાવેજો અને સર્ટીફીકેટોનું જો લેમીનેશન કરાવી લેવાયુ હોય અને તેને ખોલાવવાની જરૂર પડે તો રાજકોટના જયેશભાઇ કીંગર દ્વારા ખુબ સરસ સેવા શરૂ કરવામાં આવી છે.

જય એન્‍ટરપ્રાઇઝ, કચ્‍છ ખાવડાવાળી શેરી, પંચનાથ મંદિર ચોક, લીમડા ચોક પાસે, રાજકોટ (મો.૯૨૬૫૭ ૪૫૨૭૧) જે ૧૯૭૮ થી ઝેરોક્ષ, લેમીનેશન, રીપેરીંગના વ્‍યવસાય સાથે સંકળાયેલ છે.

જરૂરી મિલ્‍કતોના દસ્‍તાવેજો, સર્ટીફીકેટો, ફીકસ ડીપોઝીટ, શેર સર્ટી સહીતના અગત્‍યના દસ્‍તાવેજો લાંબો સમય સુધી સાચવી રાખવા ઘણા લોકો લેમીનેશન કરાવી લેતા હોય છે. પરંતુ ઘણી વખત વિદેશના અભ્‍યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને ઇમીગ્રેશન માટે કે અન્‍ય કોઇ કામકાજો માટે આ પ્રકારના લેમીનેશન ચલાવવામાં આવતા નથી.

જેથી આવા લેમીનેશન ખોલી આપવાનું કાર્ય રાજકોટમાં જય એન્‍ટરપ્રાઇઝ દ્વારા કરી આપવામાંમાં આવે છે.જયેશભાઇ કિંગરના જણાવ્‍યા મુજબ ૪૦ માઇક્રોનથી ૧૨૫ માઇક્રોન સુધીનું કોઇપણ લેમીનેશન કોઇપણ જાતના કેમીકલ પ્રોસેસ વગર આધુનિક ટેકનોલોજીના માધ્‍યમથી ખોલવી શકાય છે.

(10:22 am IST)