Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પી.એ.જી. ઓફીસ દ્વારા ઓડીટ જાગરૂકતા સપ્‍તાહ

 પી.એ.જી. ઓફીસ  દ્વારા સમગ્ર સ્‍ટાફ ઓફીસર્સ દ્વારા વોકાથોન નું આયોજન કરવામાં આવેલ. જેનું ઉદઘાટન રાજકોટ પોલીસ કમીશ્‍નર શ્રી રાજુ ભાર્ગવ દ્વારા કરવામાં આવેલ. પી.એ.જી.ઓફીસના પ્રિન્‍સિપલ એ.જી. શ્રી બીરેન પરમાર, પ્રિન્‍સિપાલ એ.જી. દિનેશ પાટીલ, ડી.એ.જી. કલ્‍પના સામંત કલ્‍યાણ અધિકારી સુનીલ પારેખ  તથા ઓફીસના સમગ્ર સ્‍ટાફે ઓડીટ જાગરુકતા સપ્‍તાહના બેનર દ્વારા વોકાથોનમાં ભાગ લીધેલ.પી.એ.જી. ઓફીસથી ગાંધી મ્‍યુઝીયમ સુધી વોક કરવામાં આપેલ.આ સપ્‍તાહ  દરમ્‍યાન કર્મચારીઓ તથા તેના પરીવાર  માટે જુદી-જુદી સ્‍પર્ધાઓ પણ રાખવામાં આવેલ જેના ડ્રોઇંગ, રંગોળી, નિબંધ કવીઝ તથા સ્‍લોગન વગેરે મુખ્‍ય હતી. સપ્‍તાહનુ સમાપન તા. ૨૬ના પ્રમુખ સ્‍વામી ઓડીડોરીયમાં કરવામાં આવશે. સમગ્ર સપ્‍તાહ દરમ્‍યાન તથા આખા વોકાથોનનુ નું સંચાલન વેલફર ઓફીસર, કલબના મેમ્‍બર્સ તથા ઓફીસરો દ્વારા કરવામાં આવેલ.

(3:02 pm IST)