Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પાસાના હુકમ હેઠળ પકડાયેલ બે ભરવાડ શખ્‍સોનો પાસાનો હુકમ રદ કરતી હાઇકોર્ટ

રાજકોટ તા.ર૩ : રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્‍તારમાં રહેતા ભરવાડ શખ્‍સ (૧) મોમૈયા ઉર્ફે મામયા માંડાભાઇ ચીરોડીયા, રહે. આંબેડકરનગર-૧૪, ગોંડલ રોડ, રાજકોટ (ર) મહેશ હમીરભાઇ ખીંટ, રહે. ગીતાજંલી સોસાયટી શેરી નં.૬, ગોકુલધામ પાસે, રાજકોટવાળાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાસાનો હકુમ રદ કરી આપવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે તા.૩/૧૦/ર૦રર ના રોજ ઉપરોકત આરોપીઓ દ્વારા ઢોર ન પકડવા દેવા બાબતે કોર્પોરેશનના અધિકારીઓ સાથે મારફુટ કરતા ઉપરોકત આરોપીઓને તા.૪/૧૦/ર૦રર ના રોજ પ્રિવેન્‍શન ઓફ એન્‍ટી સોશ્‍યલ એકટીવીટી એકટ (પાસા એકટ) કલમ-ર(સી) હેઠળ અટક કરી આરોપીઓને અલગ-અલગ ગુજરાત રાજયોની જેલમાં ખસેડવામાં આવેલ હતા.

ત્‍યારબાદ આ કામના આરોપીઓ દ્વારા તેમના એડવોકેટ ગૌરાંગ પી.ગોકાણી મારફત ગુજરાત હાઇકોર્ટમાં સ્‍પે. સિવિલ એપ્‍લીકેશન કરવામાં આવેલ હતી. જે અરજીમાં આરોપીઓના વકીલની દલીલો તેમજ સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓને ગ્રાહ્ય રાખીને તથા સરકારી વકીલઓની દલીલો ધ્‍યાને લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉપરોકત આરોપીઓ સામે થયેલ પાસાનો હુકમ રદ્દ કરવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમા઼ અરજદાર આરોપીઓ વતી રાજકોટના યુવા ધારાશાષાી ગૌરાંગ પી.ગોકાણી, વૈભવ બી. કુંડલીયા તથા હિરેન નિયાલચંદાણી રોકાયેલા હતા.

(3:34 pm IST)