Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાજકોટ લાઈવ રેડિયોની સેવા વિવિધ રાજય સુધી વિસ્તરી

રાજકોટ,તા.૨૩: ફેસબુક પર છેલ્લા અઢી વરસથી ચાલી રહેલ દિનેશ બાલાસરા સંચાલિત ફેસબુક રેડીયો ચેનલ 'રાજકોટ લાઈવ રેડીયો'નું હવે દેશના દરેક રાજય સુધી વિસ્તરણ થયું છે.

વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માટે બેસ્ટ ચેનલ ઓફ યરનો એવોર્ડ મેળવનાર આ ચેનલ દ્વારા હવે  ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ વગેરે રાજયોમાં એક એક એડમીનની નિમણુંક કરવામાં આવી છે.

દિનેશ બાલાસરા ઓફીસિયલ ફેસબુક પેજ ઉપર ચાલી રહેલ રાજકોટ લાઈવ રેડિયો ચેનલ દર સોમ, બુધ અને શુક્રવારે રાત્રે ૯ થી ૧૦:૩૦ અને દર રવિવારે સવારે ૧૧ થી ૧૨:૩૦ એ રીતે દર અઠવાડિએ ૪ વખત કાર્યક્રમ પ્રસારિત કરેલ છે.

(3:44 pm IST)