Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

‘ ચૂંટણીમાં ચમત્‍કાર સર્જી પ્રજાનુ અહિત કરતા ભ્રષ્‍ટ નેતાઓને નાથવાનો સમય આવી ગયો છે

‘પવિત્ર મત એટલે વિશ્વાસનો શ્વાસ મત એટલે ભારતનું ભવિષ્‍ય રાષ્‍ટ્રનુ સૂકાન તેનેજ સોંપાય કે જે નેતાના દિલમાં રાષ્‍ટ્રપ્રેમ, રાષ્‍ટ્રધર્મ, સર્વોપરી હોય, અને છાતીમાં છપ્‍પનની છાતીની ખૂમારી હોય''

 ‘મત' આપી ચૂટણીમાં ચમત્‍કાર બતાવી પ્રજાનું અહિત કરતા ભ્રષ્‍ટનેતાઓને નાથવાનો વખત આવી ગયો છે.

આપણે દેશમાં ચૂંટણીના પડધમ ચારે તરફથી સંભળાય રહ્યાં છે. તેમા પણ ભાજપનો ગઢ ગુજરાત માટે સામકપથી અને વિપક્ષો સહુ પોતાનો સહુ  પોતાનો પ્રોગ્રામ જનતા સમક્ષ સજાવી રહ્યાં છે.  સત્તાની લાલસામાં અનેક ઉમેદવારો સાચા ખોટા વાયદાઓ આપી પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે.

આપણો દેશ સ્‍વતંત્રદેશ છે. પ્રજાતંત્રદેશ હોવાથી લોકોનો ‘મત'નું  મહત્‍વ અનેક ગણુ છે. દરેક વ્‍યકિતએ સ્‍વેચ્‍છાએ મત આપવો જરૂરી છે. કારણ કે લોકતંત્રમાં ચૂંટણીમાં  ‘મત' એટલે દેશના તંત્રના પાયાની મજબૂતી એટલે  ‘મત'ને પવિત્ર મત કહેવામાં આવે છે. જનતાનો એક એક મતમાં સંપૂર્ણ વિશ્વાસ શ્વાસથી  ભરેલો હોય છે.

 દેશ સ્‍વતંત્રતાના ૭૫ વર્ષના ભવ્‍ય ઉજવણી કરી રહ્યો છે ભારતની પ્રજા અને દેશ વિદેશોમાં પણ નવું ભારત અનેક પ્રગતિ કરતુ નઝ અમથી સહુ નિહાળી રહ્યા છે? સ્‍વનિર્ભરના પથ પર પ્રયાસ કરતું ભારત અનેક ઋષિ મુનીઓની પરંપરાગત સંસ્‍કૃતિ, સનાતન ધર્મ, યોગ અને પ્રાકૃતિક વારસા ને સાકાર કરી ભારત વિશ્વગુરુ સ્‍થાપીત થવા જઇ રહ્યું છે. એ આપણા લાડીલા વડાપ્રધાનની દેશ પ્રત્‍યેની ભકિત અને સહુના સાથ સહુનો વિકાસ નો મંત્ર સાથે દરેક કાર્યને અને દેશના લોકોના સપના સાકાર કરવાની નીષ્‍ઠાપૂર્વક ભાવના જેમણે દુનિયામાં ભારત મહાનનો ડંકો વગાડયો છે.

ગુજરાતની ચૂંટણી નજીક છે અનેક ઉમેદવારો એક એક સીટી ઉપર લડી રહ્યા છે. આજે હવે નવું ભારત છે દુનિયા જ્‍યારે નવી ટેકનોલોજીથી નજીક હોય ત્‍યારે કોઇને સમજાવવાની જરૂર નથી દરેકનું કાર્ય બોલતુ હોય છે. છતા પણ વિશ્વાસનો  ‘મત' કોને આપવો  તે જરૂર વિચારજો કારણ કે ભવિષ્‍યની પેઢીને ભ્રષ્‍ટાચારી  નેતાના ભોગ બનવું ન પડે સાચા સેવકને ઓળખીશું તો દેશનું અને  ભાવી પેઢીનું ભવિષ્‍ય ઉજળુ બનશે.

નેતાઓએ સમજવુ જોઇએ કે પક્ષ-વિપક્ષ નહી પણ લોકોને વિકાસ અને વિકાસમાં જ રસ છે. ભૂતકાળમાં ‘‘પંજા''એ મારેલી થપ્‍પડો લોકો ભૂલ્‍યા નથી. આજે નવુ ભારત છે. જાગૃત ભારત દેશમાં સ્‍વેચ્‍છાએ  ‘મત' આપવા સહુની ફરજ છે. પણ વિશ્વાસના  ‘મત' નો શ્વાસ સોપતા પહેલા સો વખત વિચારજો. વિકાસને બદલે વિનાસને નોતરશો તો આવનારી પેઢી કોઇને માફ નહીંજ કરે. દેશ દ્રોહી માણસો દેશના વિકાસને અવરોધ કરવા ટેવાએલા છે જે આપણા દેશની સંસ્‍કૃતિ માટે શરમ જનક વાત છે.

‘‘લોક તંત્રથી ચાલતો આપણે દેશ તેને જ સોંપાય કે જેના દિલમાં દેશ સેવા માટે સંપૂર્ણ સમર્પીત રાષ્‍ટ્રપ્રેમની ભાવના હોય અને છાતીમા છપ્‍પનની છાતીની ખુમારી હોય.

ખૂરશીમાં બેસી પ્રજાનું અહિત કરી પોતાના ખીસ્‍સા ભરતા નેતાઓને સત્તામાંથી  બહાર ફેંકવાનો સમય આવી ગયો છે. દેશ માટે કુરબાન થયેલા નેતાઓ યાદ કરીએ વીર ભગતસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મહાત્‍મા ગાંધી, દેશની માટે સંપૂર્ણ કુરબાન  થયા છે અત્‍યારે આપણો દેશ આવા દેશ ભકતોના ચીંધેલ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. તે સાચી શ્રધ્‍ધાંજલી છે. સહુ સાથે મળી સૌર્યભેર સત્‍યના માર્ગઉપર ચાલીએ અને પવિત્ર મત આપી વિશ્વાસનો સાચો શ્વાસ લઇએ અને સાથે સહુને વચન બધ્‍ધ રહેવા પ્રેરિત કરીએ. મતની પવિત્રતા જરૂર સમજજો મત જરૂર આપો એક અધિકાર છે. મત તમારી અને તમારી પેઢીનું ભવિષ્‍ય છે. મત કાગળ નથી પણ જવાબદારી છે. મત સહુનો સાથ સહુનો સહકાર છે. મત વિશ્વાસનો શ્વાસ છે અને વિચારવાની તક છે. જય હિન્‍દ.

(3:53 pm IST)