Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાજકોટ લોહાણા મહાજન દ્વારા જરૃરીયાતમંદ પરિવારોને શનિવારે વિનમૂલ્યે ખીચડી વિતરણ કરાશે

શહેરમાં વસતા રઘુવંશી સમાજના ૧૦૦૮ પરિવારોને કેસરીયા વાડી, કાલાવડ રોડ ખાતેથી બપોરે ૩.૩૦ વાગ્યે નવ કિલો દાળ-ચોખા આપવામાં આવશે : લોહાણા મહાજનમાં નોંધાયેલ ૪૦૦ કાર્ડ હોલ્ડરો ઉપરાંત જરૃરીયાતમંદ પરિવારો મો. નં. ૭પ૭પ૦ ૭પ૭પ૯ ઉપર સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી નામ નોંધાવી શકશે : મહાજન પ્રમુખ રાજૂભાઇ પોબારૃ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ જ્ઞાતિ સેવામાં કાર્યરત

રાજકોટ તા. ર૩ :.. સમગ્ર સમાજના ઉત્કર્ષ માટે વર્ષોથી સામાજીક, સેવાકીય, ધાર્મિક, શૈક્ષણિક, તબીબી, સાંસ્કૃતિક કાર્યો સાથે સંકળાયેલ રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ર૬ નવેમ્બર, શનિવારના રોજ કેસરીયા લોહાણા મહાજન વાડી, સંકીર્તન મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે બપોરે ૩.૩૦ વાગ્યે જરૃરીયાતમંદ ૧૦૦૮ રઘુવંશી પરિવારોને વિનામૂલ્યે ખીચડી વિતરણ કરવામાં આવનાર છે.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા મહાજનમાં નોંધાયેલ ૪૦૦ કાર્ડ હોલ્ડરોને નિયમિત રીતે-સમયાંતરે અન્ન વિતરણ કરવામાં આવે છે. આ ૪૦૦ કાર્ડ હોલ્ડરો સહિત કુલ ૧૦૦૮ જરૃરીયાતમંદ રઘુવંશી  પરિવારોને નવ કિલો ખીચડી (દાળ-ચોખા) આપવામાં આવનાર હોવાનું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૃ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું. ખીચડી વિતરણનો સહયોગ મેળવવા ઇચ્છતા જરૃરીયાતમંદ રઘુવંશી પરિવારો સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા દરમ્યાન મો. નં. ૭પ૭પ૦ ૭પ૭પ૯ ઉપર પોતાના નામ નોંધાવી શકે છે. ખીચડી વિતરણનો સહયોગ મેળવનાર પરિવારજનોએ શનિવારે કેસરીયા વાડી, કાલાવડ રોડ ખાતે પોતાનું આધાર કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ સહિત કોઇપણ એક આઇ. ડી. પ્રુફ સાથે રાખવું ઇચ્છનીય હોવાનું યાદીમાં જણાવાયું છે.

ખીચડી વિતરણ સહિતની તમામ સેવાકીય પ્રવૃતિઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ જ રહેશે તેવું અંતમાં મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૃ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું.

(3:53 pm IST)